ઇન્કમ ટેક્ષ ભરતા હસો તોજ હજજ યાત્રાએ જવાસેની અફવાને હજજ કમિટીનો રદિયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા નવા વર્ષે હાજીઓએ ફોર્મ ભરતી વખતે ઇન્કમટેક્સ રીટર્ન ભરવા બાબતે સ્પષ્ટતા કરી

જો તમે ઇન્કમ ટેક્ષ રિટર્ન ભર્યુ હસે તોજ હજજ યાત્રા એ જઇ શકસો આ વાત અફવા સાબિત થયેલ છે આ વાતને ગુજરાત રાજ્ય હજજ કમિટીએ રદિયો આપ્યો છે.

તાજેતરમાં મીડિયામાં, WhatsApp ગ્રુપોમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી હાજીઓ માટે ઇન્કમટેક્સનું રિટર્ન ભરવાની શરત ફરજિયાત કરવામાં આવેલ છે તે મતલબના સમાચારો વહેતા થયેલા છે. આ બાબતે હજ કમીટી ઓફ ઇન્ડિયા તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન અંગેની કોઈ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ નથી. તેથી આવી સૂચનાઓના પગલે દરેક હાજીએ ફોર્મ ભરવાની શરત રૂપે પહેલા ઇન્કમટેક્સ રિટર્ન ભરવું જ પડશે તે બાબતને ગુજરાત હજ કમિટી સમર્થન આપતી નથી.

આ બાબતે ઇન્કમટેક્સ એક્ટની જોગવાઈઓ જોતા એવું ફલિત થાય છે કે કોઈપણ વ્યક્તિ વિદેશ પ્રવાસ પાછળ રૂપિયા બે લાખ કે તેકરતાં વધારે ખર્ચ કરેલ હોય તો તેણે તે પછીના વર્ષમાં રિટર્ન ભરી તેમાં વિગતો દર્શાવવાની રહે છે. ઇન્કમટેક્સ ઍક્ટની આ શરત કોઈ નવી શરત નથી. આથી નવા વર્ષના હજના ફોર્મ ભરનાર હાજીઓએ આ તબક્કે કોઈ વિશે ચિંતા કરવાની કે આ તબક્કે વધારાની કોઈ કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. જો કોઈ ઇન્કમ ટેક્સ વિશે કાર્યવાહી કરવાની આવશે તો હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પરિપત્ર અથવા હજ 2021ની ગાઈડલાઇન્સ દ્વારા હાજીઓને ગાઈડ કરવામાં આવશે. તેવી જાહેરાત ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આર.આર.મનસૂરીના પરિપત્ર ક્રમાંક: હજસ – ૧૦ – ૨૦૨૦ – ૦૨૧-હસ. ગુજરાત રાજ્ય હજ સમિતિ, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ના તા. ૨૧-૧૦-૨૦૨૦ ના પત્ર થી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here