રાપર કોર્ટ માંથી હત્યાના ગુનામાં જેલ ભોગવતો કેદી કોર્ટમાંથી ફરાર થતાં નર્મદા જીલ્લાની તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યો

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

જેલમાંથી જાપ્તા હેઠળ કોર્ટમાં લાવેલ કેદી ફરાર થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત આંઠ પોલીસ જવાન સસ્પેન્ડ કરાયા હતાં

આજથી લગભગ અઢી મહિના પહેલા કચ્છ જિલ્લા ના. રાપર ની કોર્ટ માંથી પોલીસ જાપ્તા ને હાથતાળી આપી ને ફરાર થયેલા હત્યા ના ગુના માં સંડોવાયેલ આરોપી ને નર્મદા જીલ્લા ના તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. વસાવા સહીત તેમના સ્ટાફ ના જવાનો એ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લા ના રાપર પોલીસ મથક માં આરોપી સુખદેવ રામસીંગ કોડી ( ગેહલોત ) ઉ. વર્ષ.21 રહે. રતનેસ્વર મૂળ. રહે. ખેડુકા તા.રાપર જી. કચ્છ નાઓ એ હત્યા કરી હોય રાપર પોલીસ મથક માં તેની સામે હત્યા નો ગુનો દાખલ થયો હતો, આ હત્યા ના આરોપી ને પોલીસે પકડી જેલ ભેગો કર્યો હતો. જેને કોર્ટ ની મુદ્દત પડી હોય ને તા 6-9-21 ના રોજ જીલ્લા જેલ ગનપાદર ખાતે થી રાપર ની કોર્ટ માં પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યો હતો.

કોર્ટ ની કાર્યવાહિ માટે લાવવામાં આવેલ આરોપી જાપ્તા હેઠળ ની પોલીસ ને ચકમો આપીને ફરાર થયેલ હતો. આરોપી ફરાર થઇ જતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં, અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત આંઠ પોલીસ જવાન ને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.અને આરોપી ફરાર થયેલ હોવાની ફરિયાદ નોધવાયી હતી.

પોલીસ ને ચકમો આપી ફરાર થયેલ આરોપી છેલ્લા અઢી મહિના થી પોલીસ ને ચકમો આપીને નાસતો ફરતો જેની બાતમી નર્મદા જીલ્લા ના તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. બી. વસાવા સહિત તેમના સ્ટાફ ના જવાનો ને મળેલ હતી કે આ નાસતો 2 આરોપી તિલકવાડા ના મરસણ ગામ ખાતે થી કચ્છ જવા ની તૈયારી કરતો હતો જેટી તેને ચમદિયા રોડ પાસે થી પસાર થતા તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. વસાવા , પોલીસ જવાનો સૈલેશ મનસુખ, મહેશ ગુમાન , મનોજ ધનજી , જયેશ કાનજી નાઓ એ ટીમ બનાવી ઝડપી પાડ્યો હતો. અને હત્યા ના ગુના માં સંડોવાયેલ અને જેલ જાપ્તા માંથી ફરાર આરોપી ને રાપર પોલિસ ના હવાલે સોંપવાની કાર્યવાહિ તિલકવાડા પોલીસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here