મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટકીને 7 દુકાનોના તાળા તોડી અને અન્ય 2 દુકાનોના શટલ તોડી ચોરીને અંજામ આપ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા બસ સ્ટેન્ડ થી ચાર રસ્તા વચ્ચે આવેલા શ્યામ સુંદર કોમ્પ્લેક્સ,ની સાત દુકાનોના તાળા તોડી તસ્કરોએ દેવ દિવાળીની પૂર્વે મુહૂર્ત કર્યું હતું , તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતાં હતાં.
વારંવાર શહેરમાં થતા ચોરીના બનાવોને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવાની વેપારીઓની માંગ વધી હતી.
શહેરના મધ્યમાં આવેલા કોમ્પલેક્ષમાં, સોની, બેગ હાઉસ, કટલરી અને આંગડિયા પેઢીઓને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
ચોરીના બનાવોમાં રોકડ રકમ ચોરાયાની આશંકા સિવાઈ રહી છે, મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી શ્યામ સુંદર કોમ્પ્લેક્સ થી 500 મીટર દૂર જ છે, છતાંય તસ્કરો એ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના
દુકાનોને નિશાન બનાવી હતી છાસવારે શહેરમાંથી બાઇકો ચોરીના, મકાન તેમજ દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેના લીધે શહેરના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કોમ્પલેક્ષના બીજા વ્યાપારીઓને જાણ થતા પોતાની દુકાન ચેક કરવા દોડી આવ્યા હતા, શિયાળાની શરૂઆત થતાં તસ્કરો ચોરીની ઘટનાની શરૂઆત કરી દેતા જિલ્લા પોલીસ વડા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી તેવી વેપારીઓની માગ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here