રાજપીપળા પાસેના ખુટાઆંબા ગામના મુખ્ય માર્ગે મોટર સાઇકલ ચાલક યુવાનને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોટર સાઇકલ લઇ મોવી જતા ગાડિત ના યુવાન નુ સારવાર દરમ્યાન મોત

રાજપીપળા પાસે ના ખૂટાઆંબા ગામ ના મુખ્ય માર્ગ ઉપર ઍક અજાણ્યા વાહને મોટર સાઇકલ ચાલક યુવાન ને અડફેટે લેતા યુવાન નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે વાહન ચાલક પોતાનાં વાહન સાથે ફરાર થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પાસે ના ગાડીત ગામ ખાતે રહેતો ધર્મેન્દ્ર જનાભાઈ વસાવા. ઉ. વર્ષ.17 નાઓ નો ગતરોજ સવારે નવેક વાગ્યાના સુમારે પોતાની મોટર સાઇકલ નંબર GJ 22 K 2740 લઇ ને મોવી ખાતે જતો હતો ત્યારે રસ્તામાં આવતાં દેડિયાપાડા તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર ના ખૂટાઆંબા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોટસાઈકલને અડફેટે લેતાં મોટર સાઇકલ ચાલક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો , અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો, ઇજાગ્રસ્ત યુવાન ને સારવાર માટે દવાખાના માં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. રાજપીપળા પોલીસ મથક માં અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી પોલિસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here