રાજપીપળા પાસેના કરજણ ડેમમાંથી 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું- ડેમની જળ સપાટી 113.52 મીટર

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલી કરજણ નદીમાં રાત્રિના 8-15 કલાકે પાણી છોડવાનો પ્રારંભ

નર્મદા નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં પણ નર્મદા નદીના નીર ફરીવડતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે , એ સમયે કરજણ ડેમ માંથી પાણી છોડવામાં આવશે ની અટકળો વહેતી થઈ હતી, પરંતુ કરજણ ડેમના સત્તાધિશોએ જો એ સમયે પાણી છોડ્યો હોત તો ભારે તારાજી ના દ્રશ્ય સર્જાયા હોત , જેથી જ્યારે નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાયું ત્યારે એ સમયે પાણી છોડવામા આવ્યુ નહોતું, જ્યારે આજરોજ રાત્રિના 8-15 કલાકે કરજણ ડેમ ની જળ સપાટી 113.52 મીટર ઉપર પહોંચી છે ત્યારે કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું છે.

રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ખાતે પાણીની ભારે આવક થતા ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા માટે કરજણ ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલી કરજણ નદીમાં 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ માથી પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારો ને સાબદા કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here