રાજપીપળા નગર સહિત પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ચિંતા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કમોસમી વરસાદ થતાં ઠંડીના પ્રમાણમાં વધારાથી લોકો ચિંતાતુર

હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ રાત્રિના આઠેક વાગ્યાના સુમારે રાજપીપલા નગર સહિત સમગ્ર પંથકમાં વરસાદના ઝાપટા પડયા હતા.

કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ચિંતા નુ મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં ખેડૂતોના પાક જેવા કે કપાસ તુવેર સહિતના અન્ય પાકો તૈયાર થઇ ને ઊભા હોય વરસાદ થતાં તેનાથી પાકો ને નુકસાન જવાની ભીતી થી ખેડૂતો ચિંતાતુર થયેલા જણાયા હતા.
કમોસ્મી વરસાદ થતાં ઠંડીના પ્રમાણમાં પણ અચાનક વધારો થતા લોકો ઠંડીથી બચવાના ઉપાયો સોધતા જણાયા હતા, ખાસ કરી ને લોકો એ પોતાના ઘરો માં રેહવાનુજ પસંદ કર્યું હતું, જ્યારે ભૂલકાઓ એ વરસાદ થતાં વરસાદનાં વરસતા પાણી માં પલળી આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here