બોડેલી ST બસ ડેપોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી બોડેલી પોલીસ… ૪૦,૮૨૦/નો મુદ્દા માલ કબજે કર્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી પોલીસ ને ખાનગી બાતમી હકીકત મળેલ બોડેલી બસ ડેપોમાં બે મહીલા સ્કુલ બેગમા તથા કાપડની થેલીઓમાં વિદેશી દારૂ ભરીને ડેપોમાં બેસેલ છે જે બાતમી હકીકતથી આધારે (૧) કાળીબેન વા/ઓફ ભણતાભાઇ દેસીંગભાઇ ધાણુક ઉ.વ.૪૨ તથા (૨)સમદીબેન વા/ઓફ ગામ ચિચડીયા તા છોટાઉદેપુર અલસીંગભાઇ રાયસીંગભાઇ ઉ.વ.૫૦ ધાણુક બંન્ને રહે.ચિસાડીયા તા.જી.છોટાઉદેપુર નાઓના કબજામાંથી અલગ-અલગ સ્કુલ બેગમા તથા કાપડની થેલીઓ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મીલીની પ્લાસ્ટીકના હોલ બોટલ કુલ ૩૬ કિ.રૂ-૧૬,૦૨૦/- તથા (૨) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મીલીની ક્વાટર નંગ-૧૭૦ કિ.રૂ-૧૭,૬૦૦/- તથા (૩) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મીલીના ટીન બિયર નંગ-૬૦ કિં,રૂ, ૭૨૦૦/- મળી કુલ બોટલ નંગ-૨૫૬ ની કુલ કિં,રૂ,૪૦,૮૨૦/- નો પ્રોહી મુદામાલ કબજે કરીબોડેલી પોલીસ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here