રાજપીપળા નગરપાલિકામા રાજનીતિ સામે બ્યુરોક્રેસી પરાસ્ત !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નગરપાલિકા ના સતતાધિશો સાથે ના વાદવિવાદ બાદ ગણતરી ના કલાકો માજ ચીફ ઓફિસર ની જંબુસર ખાતે બદલી

નગરપાલિકા મા ચીફ ઓફિસર ની કેમ થઇ રહી છે છાશવારે બદલી ઓ- નગરજનો સહિત સરકારી તંત્ર મા અનેક જાતના તર્ક વિતર્ક !

રાજપીપળા નગરપાલિકા અને વાદ વિવાદ એક બીજા ના પર્યાય બની ગયાં હોય એમ લાગી રહયુ છે, એક વિવાદ સમવાનુ નામ ન લે અને બીજા વિવાદ ઉભા થતાં નગરપાલિકા ના અધિકારીઓ સહિત પ્રજા ઐ ચુંટી ને મોકલેલા નગરસેવકો ચર્ચા મા આવતા હોય છે. થોડાક સમય પહેલા જ રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયેલ પરાક્રમસિંહ મકવાણા ની આજરોજ રાજય સરકાર ના શહેરી વિકાસ વિભાગ દ્વારા જંબુસર ખાતે બદલી નો આદેશ જારી કરવામાં આવતા ફરી એકવાર રાજપીપળા નગરપાલિકા ચર્ચાસ્પદ બનેલ છે.

નગરપાલિકા મા ચીફ ઓફિસર આવી ને હજી સેટ થતાં જ નથી અને ચીફઓફિસર ની બદલી ના આદેશ જારી થઇ જાય છે !! ખુબજ આશ્ચર્ય ની વાત છે , નગર ના હિત અને નગરજનો ની સમસ્યા ઓ નો જો યોગ્ય ઉકેલ લાવવો હોય તો સરકાર મા સરકારે પોતે જ નિયુકત કરેલ ચીફઓફિસર ની ભુમીકા ખુબજ અગત્ય ની હોય છે, પરંતુ રાજપીપળા નગરપાલિકા મા કેમ આ સિસ્ટમ જળવાતી નથી.અવારનવાર ચીફ ઓફિસર અને પાલીકા ના સત્તાધિશો વચ્ચે નો ધર્ષણ થાય તો ભોગવવુ તો નગર ની જનતા નેજ પડે છે.

ચીફઓફિસર પરાક્રમસિંહ મકવાણા કે જેઓને રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયે માંડ છ મહિના જેટલો સમય થયો હસે અને આજરોજ તેમની બદલી નો ગંજીફો ચીપાઇ ગયો !! રાજય સરકાર ના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલી નો આદેશ ટુંક સમયમાં જ અને તેમાય કોરોના ની મહામારી સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે ત્યારે કેમ કરવામાં આવી ?? આ પશ્ર હાલ નગરજનો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે. આ ઉપરાંત નર્મદા જીલ્લા મા નોકરી કરતાં બ્યુરોક્રેટ પણ ભારે વિમાસણ મા મુકાયા છે.આ બદલી ના પ્રકરણ ને બ્યુરોક્રેસી ઉપર રાજનીતિ સવાર થયાનુ ચર્ચાસપદ બનેલ છે.જો રાજનીતિ અધિકારીઓ ઉપર સવાર થસે કામગીરી મા વિધ્ન નાખે તો વિકાસ કઇ રીતે કરાસે , યોજના ઓની અમલવારી કઇ રીતે થસે ? આ ચર્ચાઓ પણ અધિકારીગણ મા ચર્ચા નો વિષય બનેલ છે.

થોડાક સમય પહેલા જ ચીફઓફિસર પરાક્રમસિંહ મકવાણા એ પોતાની બેસવાની ઓફિસ નગરપાલિકાના બીજા માળે જે રુમ અવાવરૂ પડી રહેતું તેમા સિફટ કરી હતી , જેનો નગરપાલિકાના સતાધિશો સહિત નગરજનો એ વિરોધ કર્યો હતો. શું આ કારણસર ચીફ ઓફિસર ની બદલી કરી દેવામાં આવી ના તેમના બદલી ના ઓર્ડર માતો વહીવટી કારણ તેમજ પ્રજા હીત મા બદલી કર્યા નુજ દરશાવયુ હોય પણ સમગ્ર મામલો કઇક અન્ય દિશા તરફે ઈશારો કરી રહયો છે. “કુછ તો હૈ જીસકી પરદા દારી હૈ .” સમગ્ર રાજ્યમાં એકાદ બેજ બદલીઓ થાય તો આ પશ્ર આંખે આવી ને વળગે એ પણ સ્વાભાવિક છે.

કારણ પણ સપષટ છે જે નવા ચીફઓફિસર રાજપીપળા નગરપાલિકા ખાતે મુકાયા તે સીધાં જ ભરુચ જીલ્લા અને ભરુચ લોકસભા મતવિસ્તાર મા આવતાં જંબુસર થી રાજપીપળા આવી રહયા છે , આ ઉપરાંત નવા ચીફ ઓફિસર રાહુલાદેવ ઢોડીયા રાજપીપળા ખાતે અગાઉ પોતાની ફરજ પણ બજાવીને ગયા છે ! તેઓ રાજપીપળા નગર સહિત નગરજનો તેમજ સતતાધિશો ના પણ સારાં પરિચય મા છેજ તેમનો વહીવટ પ્રજા હિત મા નીવડે એવી આશા રાખીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here