રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી ઓ ના પડઘમ વાગી ગયા છે ત્યારે નર્મદા જીલ્લા કોંગ્રેસ સમિતિ ને ચુંટણીઓ ટાંણે જ કોગ્રેસ પાર્ટી ના શહેર ના સંગઠન ને મજબૂત કરવા માટે શહેર કોગ્રેસ ના કાર્યકારી પ્રમુખ ની નિયુકિત કરવાની ફરજ પડી હતી.
રાજપીપળા શહેર કોગ્રેસ ના કાર્યકારી પ્રમુખ તરીકે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હરેન્દ્ર વાળંદે યુવાન કોગ્રેસી આગેવાન માલવ બારોટ ની વરણી રાજપીપળા ના ધારાસભ્ય પી ડી વસાવા સાથે પરામર્શ કરીને કરી હતી.
નર્મદા જીલ્લા કોંગ્રેસ વતી રાજપીપળા શહેર કોગ્રેસ ના કાર્યકારી પ્રમુખ તરીકે ની વરણી કરાતાં માલવ બારોટે કોગ્રેસ સમિતિ સહિત ધારાસભ્ય પી ડી વસાવા એ પોતાના મા વિશ્રવાસ રાખી શહેર ની જવાબદારી સોંપી તે બદલ આભાર વયકત કર્યો હતો. અને આગામી નગરપાલિકાની ચૂંટણી ઓ મા કોગ્રેસ ના ઉમેદવારો વિજયી નીવડે એ દિશામાં પોતે કામગીરી કરસે નુ જણાવ્યું હતું .