રાજપીપળા નગરપાલિકાની કામલીલાને નગરના નાગરિકનો જોરદાર તમાચો !!!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બબ્બે વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર પાઇપ લાઇનની માંગ નગરપાલિકાએ કોઈ જ કામગીરી ન કરી

નિવૃત્ત RFO એ હજારો રૂપિયાના સ્વખર્ચે પાણીના નિકાલ માટે પાઇપો પાથરી ગટર લાઇન બનાવતાં સરકારી વિકાસના ધજાગરા ઉડયા

રાજપીપળાની બહેરા મુંગા શાળાથી નરસિંહ ટેકરીના પાણી ભુડકોતર લઇ જવાયા

રાજપીપળા નગરના એક જાગૃત નાગરિકે વર્ષોની સ્થાનિક રહીશોની ઘરો સહિત વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની માગણી છતા જરૂરીયાતના આ કામ માટે નગરપાલિકાના સતાધિશોની ઉદાસીન અને વ્હાલાદવલાની નીતિથી કોઈપણ જાતની કામગીરી જ વિસ્તારમાં કરવામાં ન આવતા પોતે જ પોતાના નાણાંથી હજારો રૂપિયાના સ્વખર્ચે ગટર પાઇપ લાઇન બનાવતાં રાજપીપળા નગરપાલિકાના સતાધિશોની લલાટે એક જોરદાર તમાચો માર્યો છે.

સમગ્ર પ્રકરણની વાત કરીએ તો રાજપીપળા અંબુભાઇ પુરાણી રોડ ઉપર આવેલ બહેરામુંગાની શાળા પાસેના નરસિંહ ટેકરીના પાણીની તેમજ વિસ્તારના ચોમાસાના પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નહોય અવાર-નવાર વિસ્તારના લોકો નગરપાલિકાનુ ધ્યાન દોરતા પરંતુ વર્ષોથી કોઇ જ પરિણામ ન આવતાં બહેરા મુંગા શાળાની બાજુમાં જ રહેતા નિવૃત RFO યોગીરાજસિહ ગોહિલે પોતાના સ્વખર્ચે ગટર પાઇપ લાઇન નુ કામ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે .
રાજપીપળા નગરપાલિકાના શાસકો (હાલ વિરોધ પક્ષ પણ આવી જાય) ના માટે ઢાંકણીમાં…..જેવી પરિસ્થિતિનુ નિર્માણ આ કામગીરી થી થયેલ છે. નગરજનોમા આ કિસ્સો સોશીયલ મિડીયામા વાયરલ મેસેજ થતાં લોકોમા ખુબજ ચર્ચાસ્પદ બનેલ છે ઠેરઠેર ટિકાટિપપણીઓ થતાં જોવા મળી રહી છે.

સોશીયલ મિડીયામા વહેતી થયેલ ટિપ્પણી

છેલ્લા બે વષૅથી નગરપાલિકા રાજપીપલાની સતત નિષ્કાળજી, અવહેલના, બેદરકારી લોકહીતના કામ ન કરવાની ગુન્હાઈત બદ ઈરાદાને કારણે મુક બઘીર સ્કૂલ ઊપર આવેલ નરસિહ ટેકરીના ચોમાસું પાણીના નિકાલને પાઈપ લાઈન દ્વારા ભુંડકોતરમા નિકાલ આપવાની કામગીરી ન કરાવતા ચાલુ સાલે પણ આ પાણી ગરીબોના ઝુપડાઓને ભયંકર નુકશાન પહોચાડવાની તૈયારીમા હતા. તેમ છતા રોડના કામ શરૂ કરાવનારા, ઉકાળોને માસ્ક વિતરણ કરનારાઓની નગરપાલિકા છેલ્લે સુઘી ન જાગતા આ કામ ને મારે (યોગીરાજસિંહે) અંજામ આપવો પડ્યો. સ્વખર્ચે કરાવેલ કામની તસ્વીરો રજુ કરૂ છું. હજુ 25 વષૅથી પાલિકાના નીરથી વંચીત છીયે અમે. અમારી ગલી અમારા ખર્ચે સાફ કરાવીયે છે. અને માત્ર છ મીટર લાંબી ગટર સાફ કરવા માત્ર બે માસે એક વખત સફાઈ કર્મચારીને મોકલવાની વિનંતી કરીયે છે. : “રાજપીપલા નગરપાલિકાની કામલીલા “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here