રાજપીપળા ટાઉન પોલીસે હરસિધ્ધિ મંદિર સામેની લારીઓમાં તોડફોડ કરી ચોરી કરનાર ચોરટાને ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એકતા નગર પોલીસ મથક હેઠળ ના નાગેશ્વર મંદિરમાં ઘંટની ચોરી, સુરત પુણા માંથી મોટરસાયકલ ની ચોરીના ભેદ પણ રાજપીપળા પોલીસે ઉકેલ્યા

આરોપીને ઝડપી પોલીસે 50300 નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજપીપળા પાસેના હર્ષદી માતાના મંદિર સામેની લારીઓમાં તોડફોડ કરી ગેસના બોટલો ની ચોરી કરનાર તેમજ વ્રજ કોમ્પલેક્ષ પાસે થી ટ્રેક્ટરમાંથી બેટરી ની ચોરી કરનાર ચોર્ટા અને રાજપીપળા ટાઉન પોલીસે ઝડપી એકતા નગર પોલીસ મથકના સમાવિષ્ટ નાગેશ્વર મંદિર માંથી ઘંટની ચોરી સુરતના પુરા પોલીસ મથક વિસ્તારમાંથી મોટર સાયકલ ની ચોરીઓના ભેદ પણ રાજપીપળા ટાઉનહોલે છે ઉકેલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજપીપળા ટાઉન પીઆઇ આર જે ચૌધરી શહીદ પોલીસના અન્ય કર્મચારીઓ ગદરોજ વાવડી કેનાલ પાસે વાહન ચેકિંગ માતા તે દરમિયાન એક મોટરસાયકલ ચાલક વાવડી તરફથી સહયોગ હોટલ તરફ આવતા તેને ઉભો રાખે તેની પૂછપરછ કરતા તેણે તેનું નામ દિનેશ ગણપતભાઈ તડવી રહેવાસી નવાગામ, નિશાળ ફળિયુ ,એકતા નગર, તાલુકો ગરૂડેશ્વર, જિલ્લો નર્મદા નો હોવાનું તેણે જણાવ્યું હતું. તેની પાસે મોટરસાયકલ ના કાગડો પોલિસે માંગતા મોટરસાયકલ ચાલક પાસે કાગળ ન હોય અને તેનો જવાબ પણ સંતોષકારક રીતે પોલીસને ન લાગતા પોલીસને શંકા જતા મોટરસાયકલ નો નંબર GJ 05 KA 7700 ની હોવાનો પોલીસને જાણવા મળેલ. આ મોટર સાયકલ અંગે પોલીસે તપાસ કરતા મોટરસાયકલ સુરત ખાતેના સુનિલભાઈ કિરીટભાઈ પંચાલની હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ .અને આ મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ પણ સુરતના પુણા પોલીસ મથકમાં મોટરસાયકલ ના માલિકે કરી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.

મોટર સાયકલ ઉપર બાંધેલ કોથળા ની તપાસ કરતાં પોલીસને તેમાંથી બેટરી મળી આવી હતી જે બાબતે પોલીસે પૂછપરછ કરતા આરોપી ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ઘનિષ્ઠ તપાસ કરતા આ બેટરી તેણે વ્રજ કોમ્પલેક્ષ પાસે પડેલા ટ્રેક્ટર માંથી ચોરી હોવાનું અને મોટરસાયકલ સુરત ખાતે થી ચોરી હોવાનું અને હરસિધ્ધિ મંદિર સામે જે લારી ગલ્લાઓમાં તોડફોડ થઈ તેમાંથી બે ગેસના બાટલા ચોર્યા હોવાનું તેમજ એકતા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાગેશ્વર મંદિરમાંથી પિત્તળ નો એક ઘંટ ચોરિયાની કબુલાત કરી હતી.પોલીસે દિનેશ ગણપત તડવી પાસેથી મોટરસાયકલ કિંમત ₹40,000 બેટરી કિંમત 4000 ગેસ બોટલ નંગ બે કિંમત ₹4,400 પીતળ નો ઘન્ટ કિંમત 1500 રોકડા રૂપિયા 400 મળી કુલ ને 50300 નો મુદ્દા માલ જપ્ત કરી તેની સામે ચોરી કરવાના ગુના નોંધી અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here