મણીપુરથી 14 મી એ શરૂ થનાર ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જીલ્લા માથી પસાર થશે – રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારત જોડો ન્યાય યાત્રાના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી નર્મદા જિલ્લા કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી

દેશ ના 15 રાજ્યો અને 110 જિલ્લાઓ માથી “ભારત જોડો ન્યાય યાત્રા” પસાર થશે

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે તારીખ 14 મી જાન્યુઆરીના રોજ થી મણીપુર ખાતેથી “ભારત જોડો ન્યાય યાત્રા” નો શુભારંભ કરનાર છે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની યાત્રા નર્મદા જિલ્લામાં પણ પ્રવેશશે ની જાહેરાત કરવા આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પ્રફુલ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી જે પ્રસંગે કૉંગ્રેસ અગ્રણીઓ મુકેશ વસાવા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નિલેશ વસાવા ઠાકોર યાવરખાં સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રફુલ પટેલે આજરોજ ભારત ન્યાય યાત્રાના અનુસંધાને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ભારત જોડો ન્યાય યાત્રા ની રૂપરેખા રજૂ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુર થી પ્રારંભ થનાર ભારત જોડો ન્યાય યાત્રા ને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ભારત જોડૉ ન્યાય યાત્રા 6,500 કિલોમીટર નું અંતર કાપશે જેમાં દેશના 110 જીલ્લા અને 15 રાજ્યમાંથી આ યાત્રા પસાર થશે.

યાત્રાના ઉદ્દેશ અંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પૂછવામાં આવતા તેઓ એ જણાવ્યું હતું કે દેશના સામાન્ય મધ્યમ વર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય, અને રાજનીતિક ન્યાય માટે ભારત જોડો યાત્રા નુ આયોજન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. ભારત જોડો ન્યાય યાત્રા 14 મી જાન્યુઆરીના રોજ મણીપુર થી પ્રારંભ થશે અને 6200 કિલોમીટરની લાંબી યાત્રા દેશના 110 જિલ્લાઓમાંથી અને દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે ભારત જોડો ન્યાય યાત્રા નો 20મી માર્ચના રોજ મુંબઈ ખાતે સમાપન થશે.
ભારત જોડે ન્યાય યાત્રા દેશના મણીપુર રાજ્ય થી શરૂ થઈ નાગાલેન્ડ, આસામ ,મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી પસાર થશે નું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું.

દેશમાં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વ સમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રા નો આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રફુલ પટેલે ભારતના લોકોને આર્થિક સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અગાઉ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વિશ્વ રેકોર્ડ સમી વિશ્વના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ન કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4,500 કિ . મિ. ની સફળતાપૂર્વકની ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી. જે યાત્રા થી સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારા નો સંદેશો લઈને રાહુલ ગાંધી નીકળ્યા હતા. ભારત જોડો યાત્રામાં બાળપણની ઈજા હોવા છતાં વેદના સહન કરીને દેશમાં નાત જાત ધર્મ ભાષાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈને નીકળ્યા હતા, ભારત જોડૉ યાત્રા કન્યાકુમારી થી નીકળી કાશ્મીર માં સમાપન પછી પણ ભારત જોડો યાત્રાના સંકલ્પને આગળ વધારવા દેશના અલગ અલગ વર્ગના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો છે, ટ્રક ડ્રાઇવર, કુલી, મજદૂરો, ખેડૂતો, મેકેનિક જેવા વર્ગ જોડે રાહુલ ગાંધીએ સંવાદો કર્યા છે નું પણ પ્રફુલ પટેલે જણાવ્યું હતું, અને વિશેષમાં પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા ગુજરાતમાં દાહોદ થી છોટાઉદેપુર જીલ્લા માં રોડ ઉપર પ્રવેશ સે યાત્રાનો રોડ મેપ 17 મી તારીખે નક્કી કરવામાં આવશે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવશે કે કેમ તે અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પૂછવામાં આવતા તેઓ એ જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાંથી અવશ્યપણે પસાર થશે અને લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરી તેઓની સમસ્યાઓ ને જાણવાનો અને તેમનો નિરાકરણ કઈ રીતના લાવી શકાય તે સમજવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here