રાજપીપળા ખાતે આજરોજ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળામાં ટ્રાફિકની સમસ્યા વાહનો પાર્ક કરવાની સમસ્યા જેવી બાબતો ની ચર્ચા હાથ ધરી નિરાકરણ લવાસે ખરું ??

નર્મદા કલેક્ટરનું રાજપીપળા નગર માં ભારે વાહનોના પ્રવેશ પર રાત્રિ ના 12 સુધી પ્રતિબંધનું જાહેરનામું… ખુલ્લે આમ જાહેરનામા નો ભંગ થાય છે અમલ કોણ કરાવશે ??

નર્મદા જીલ્લામાં આદિવાસી યુવાનો મોટરસાઇકલ અકસ્માતો માં મોટા પ્રમાણ માં મોત ને ભેટી રહ્યા છે કોઈ એક્શન પ્લાન ઘડાસે ???

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તા.૨૫ મી નવેમ્બર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ બપોરે ૧:૦૦ કલાકે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે “ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલ” ની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામ ને નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી અને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીના સભ્ય સચિવ , નર્મદા-રાજપીપલા તરફથી જણાવવામાં આવ્યું છે.

ત્યારે નર્મદા જિલ્લા માં વાહનવ્યવહાર ને લઇ ને અનેક પ્રકારની સમસ્યાઓ નર્મદા જીલ્લા માં છે સુ આવી બેઠકો માં આ સમસ્યાઓ ના નિરાકરણ અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવે છે કે પછી માટે નામ પૂરતી બેઠકો બોલાવી સબસલામત હોવાનો દેખાડો થાય છે.

નર્મદા જીલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું તાજેતર માં જ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યાનુસાર રાજપીપળા નગર માંથી ગરુડેશ્વર તરફથી દેડિયાપાડા તરફ થી આવતા ભારે માલવાહક વાહનો ના રાજપીપળા માં પ્રવેશ ઉપર સવાર થી રાત્રિ ના 12 કલાક સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, આમ છતાં પણ બેરોકટોક પણે વાહનો સમય અવધિ પહેલાં ગામમાંથી દોડતા હોય છે!! જેને કોણ બંધ કરાવશે ? જાહેરનામા નો અમલ કોણ કરાવશે ??

રાજપીપળા નગર માં સ્ટેચ્યુ ઑફ યુનિટી ના લીધે પ્રવાસીઓ ની સંખ્યા વધતા, વાહનો ની અવરજવર વધી છે ટ્રાફિક ની સમસ્યા એક મોટો પ્રશ્ન છે, વાહનો ના પાર્કિંગ પણ સમસ્યારૂપ છે , સુ આ મામલે આવી બેઠકો માં ચર્ચા હાથ ધરવામાં આવશે ??

રોડ સેફ્ટી કાઉન્સિલ ની આ બેઠક માં નર્મદા જીલ્લા માં થતાં અકસ્માતો માં મોટા પ્રમાણ માં જે લોકો મોત ને ભેટે છે એ આદિવાસીઓ હોય છે ! ખાસ કરીને મોટરસાયકલ ચાલક આદિવાસીઓ મોટા પ્રમાણ માં અકસ્માત થતાં મોત ને હવાલે થતાં હોય છે શું આ મામલે આ બેઠક માં ચર્ચા વિમર્શ કરી કોઈ એક્શન પ્લાન ઘડવામાં આવસે કે જેથી યુવાનો ના મોત થતાં અટકે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here