જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

14 સપ્ટેમ્બર 2023 ના રોજ જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આચાર્ય સુશીલાબેન કે.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ માટે હિન્દી સુલેખન કૌશલ પ્રતિયોગિતા, પુસ્તક પ્રદર્શન, પ્રમુખ સર્જકોનું જીવન તેમજ સાહિત્ય પરિચય, હિન્દી સાહિત્ય પર નિર્માણ થયેલ ફિલ્મ નિદર્શન, હિન્દી વાંચન સ્પર્ધા તેમજ ફોટોગ્રાફ પરથી સર્જક ઓળખવાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. તેમજ હિન્દી 1950 માં હિન્દી ભાષાને આધિકારીક ભાષા દરજ્જો, 60 કરોડ કરતાં વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, 176 વિદેશી વિશ્વ વિદ્યાલયમાં તેનો અભ્યાસ કાર્યરત, 20 કરતાં વધુ દેશમાં તેનો વ્યવહારમાં ઉપયોગ, 93 % કરતાં વધુ. 80 % યુવાનો હિન્દીમાં જ Youtube વીડિયો અપલોડ કરે છે, 94 % થી વધારે સોસિયલ મીડિયામાં તેનો ઉપયોગ, અમેરિકાની 46 વિશ્વવિદ્યાલયોમાં હિંદીનો અભ્યાસ ક્રમ કાર્યરત છે, વર્ષ 2006 થી હિન્દી દિવસની ઉજવવાની શરૂઆત વગેરે વિષયોની વિસ્તૃત ચર્ચા કરી સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળા પરિવાર દ્વારા પૂર્ણ દિવસ હિન્દી ભાષામાં જ વાતચીત કરવામાં આવી હતી. શાળા પરિવાર ભાનુભાઈ પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર, રણજીતસિંહ બારીઆ ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here