રાજપીપળા એસ.ટી. ડેપોમાંથી રૂપિયા16.61 લાખના હીરાની ચોરી કરનાર બે યુવાનોને નર્મદા LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

છોટાઉદેપુર થી સુરત જતી એસ. ટી. બસના ડ્રાઈવરે પોતાની સીટ નીચે હીરાનો પાર્સલ મુક્યો હતો

ઉદેપુરથી રેકી કરી રાજપીપલા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર ચા નાસ્તો કરવા નીચે ઉતરતા ચોરટાઓ એ લાગ જોઈ હીરા ટફડાવ્યાં

પોલીસે ભાણદ્રા ચોકડી પાસે થી મોટર સાયકલ પર જતા હીરા ચોરો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા એસ.ટી.ડેપો માંથી છોટાઉદેપુર સુરત જતી બસ ના ચાલક ની સીટ નીચે મુકેલ રૂપિયા 16.61 લાખ ની કિંમત ના હીરા ની ચોરી કરનાર બે યુવાનો ને નર્મદા જીલ્લા LCB પોલીસે ગણતરી ના કલાકો માજ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલયો હતો.

બનાવની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર થી સુરત એસ. ટી. બસ નો ચાલક ઈમ્તિયાઝ અહેમદ મકરાણી જયી રહયો હતો ત્યારે તેણી પાસે એક હીરા ની પાર્સલ હતું જે તેણે પોતાની ડ્રાઇવર ની સીટ નીચે મુકેલ, રાજપીપલા એસ.ટી.ડેપો આવતાં તે ચા નાસ્તો કરવા માટે બસ ની નીચે ઉતરતા તેની રેકી કરતા બે યુવાનોએ બસ માંથી હીરા નું રૂપિયા 16.61 લાખ નું પાર્સલ ટફડાવ્યું હતું અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા, બસ ડ્રાઈવર આવી જોતાં પાર્સલ ન હોય ગભરાઈ ગયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસે એસ તી. ડેપો ના સી સી. ટીવી ફૂટેજ જોતા એક સફેદ શર્ટ માં કાળી લેનિંગ વાળો યુવાન ચોરી કરતો જણાયો હતો, જેથી પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવી હતી ત્યારે નર્મદા LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. જી. વસાવા હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, રાકેશભાઈ, દુર્વેશ ભાઇ, યોગેશભાઈ, અનિલભાઈ નાઓ એ ભાણદ્રરા ચોકડી પાસે એક મોટર સાયકલ GJ 34 E 5179 આવતાં તેના ચાલક ને ઊભો રાખતા ચેકીંગ દરમિયાન તેમની પાસે થી રાજપીપલા એસ.ટી. ડેપો માંથી ચોરેલ હીરા મળી આવ્યાં હતાં.

ચોરી કરનાર આરોપીઓ ને તેમનાં નામ પૂછતાં આરોપીઓ ૧ ) પ્રવીણ શંકર રાઠવા રહે. ચંદનપુર, ઘઢબોરિયાડ , , તા. નસવાડી, જિલ્લો. છોટાઉદેપુર અને બીજો અનેશ જગનભાઈ રાઠવા રહે. નાખલ તા. કવાંટ જીલ્લો. છોટાઉદપુર નો હોવાનું જણાવ્યુ હતુ, અને આ બંને આરોપીઓ એ રેકી કરી બસ ની પાછળ આવી લાગ જોઈને રાજપીપળા ખાતે ચોરી ને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here