રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ ઉપર આવેલ ધોરીયા નાગબાપા મંદિરે નાગપંચમી દિવસે લોકોએ પુજા અર્ચના કરી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજી ના જુનાગઢ રોડ ઉપર આવેલ ધોરીયા નાગબાપા નું વર્ષો જુનું મંદિર આવેલું છે ત્યારે આજ નાગપંચમી દિવસે શ્રધ્ધાળુઓ એ પુજા અર્ચના કરી ને નાગબાપા ને દુધ ધર્યું હતું. શ્રધ્ધાંળુ ઓ ને ધોરીયા નાગબાપા દર્શન પણ આપે છે. લોકો બહોળી સંખ્યામાં ધોરીયા નાગબાપા ના દર્શન કરીયા હતા. અને મંદિર નીચે અને આજુ બાજુ વાવ છે તે વાવને કહેવાય એ ધોરીવાવ તેમજ શ્રધ્ધાંળુ એ ધોરીયા નાગબાપા મંદિર વિશે જણાવ્યું હતું કે વર્ષો જુનું રાજાસાંઈ વખતે ચારણો નો અહીં વસવાટ હતો તે લોકોને તકલીફો હોવા થી તેમને ગામને સિમાળે વસવાટ કરેલો અને ધોરીબાઈ નામ ની ચારણ રહેતી હતી તેમને દેહનો તિયાગ કરેલો એમના ઉપર થી ગામનું નામ ધોરાજી પડેલું છે. તેમજ લોકો શ્રધ્ધા પૂર્વક શ્રદ્ધાળુઓ માનતાવો રાખેછે અને તેમની મનો કામના પુરી થાય છે થાયછે તેવુ ભગતજનોયે જણાવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here