યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ

દેવભૂમિ દ્વારકા
પ્રવાસી પ્રતિનિધિ

ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવી છે કોરોના મહામારીમાં યોગ એજ કોરોના સામે સંજીવની છે અને ગુજરાતમાં ઘર-ઘર સુધી યોગ પહોંચે, ગુજરાતને યોગમય બનાવવા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોની શારીરિક, માનસિક અને અધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં યોગમય ગુજરાત અંતર્ગત’યોગ સંવાદ’ નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ-૧૨/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ દેવભૂમિ દ્વારકામાં જૂની નગરપાલિકા કચેરી હોલ, શિવરાજસિંહ રોડ, હોટેલ દામજીની બાજુમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦,૦૦૦ થી પણ વધુ યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવ્યા છે જેમના દ્વારા યોગ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે અને હજુ પણ વધુ યોગ શિક્ષકો તૈયાર થાય….. દરેક જિલ્લા, તાલુકામાં ઘર-ઘર સુધી યોગનું જ્ઞાન પહોંચે અને લોકો યોગ તરફ વળે તે હેતુથી આગામી વર્ષમાં ૧૦૦૦૦૦ ટ્રેનર્સ ને તૈયાર કરવાના લક્ષ્યાંક સાધવા માટે ચેરમેનશ્રી શિશપાલજી જ્યાં યોગ વર્ગો શરૂ થયા છે તે દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને દેવભૂમિ દ્વારકામાં પણ યોગ વર્ગો શરૂ થઈ ગયા છે. આ યોગ સંવાદથી દરેક યોગ કોચ, યોગ શિક્ષક અને યોગ સાધકો ને માહિતી, દિશા નિર્દેશ અને પ્રેરણા મળશે. પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ આ કાર્યક્રમમાં સહયોગ કરી રહી છે તો જિલ્લાના યોગ કોચ ધનાભા જડિયા તથા સુરેશભાઈ કણજારીયા અને દરેક યોગ ટ્રેનર્સ , યોગ શિક્ષકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. વધારે માહિતી માટે સંપર્ક કરો: લોક સેવક પ્રિયંકભાઈ દેવશીભાઇ મો.૯૪૨૮૩૨૦૦૧૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here