મોડાસા : સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી દાંતના રોગ અને મોઢાની તપાસનો કેમ્પ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘરજ સંચાલિત અને અંકુશ હોસ્પિટલ હિંમતનગરના‌‌ સહકારથી મોડાસના સહારા સોસાયટીમાં દાંત અને મોઢાની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા 60થી વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રજ્જાભાઈ સુથાર ચંપલવાળા તેમજ મોડાસા નગરપાલિકાના કાઉન્સિલર અંજુમનબેન કાંકરલીયા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમાજના કેટલાક અગ્રણીઓ , નગરપાલિકાના કાઉન્સિલર લાલાભાઈ જેથરા, હુસેનભાઇ ખાલક,રોડ ટ્રાન્સપોર્ટના ચેરમેન સાજીદભાઈ ખાનજીએ હાજરી આપી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઈરફાન સૈયદ,ફિરોજ બાંડી, આદિલ પહોંચીયા,સઈદ શેખ,માસુમ નોરી,વસીમ ઉપાદ,સાદીક ભુરા,દાનિશ સાવ, તેમજ ઈમરાનબાંડીએ કર્યું હતું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here