મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ની અધ્યક્ષતામાં નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે વિશ્વ હીપેટાઇટિસ દિવસ ઉજવણી કાર્યકમ યોજાયો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

વન લાઈફ વન લીવર ની થીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલ હીપેટાઇટિસ રોગના પ્રકારો, અને રોગ નાં ઉપાયો અને સારવાર વિશે લોકો માં જાગૃતતા આવે તે તે માટે ૨૮ જુલાઈ ને વિશ્વભરમાં વિશ્વ હીપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનાં ભાગરૂપે આજરોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હિપેટાઇટિસ બી નો વેક્સિનેશન કાર્યક્રમ ઉપરાંત નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે સેમિનાર યોજાયો હતો‌

વિશ્વ હિપેટાઇટિસ દિવસ નાં દિવસે લોકો ને આ ગંભીર બિમારી વિશે જાગૃત કરવા માં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લીવર સંબંધિત ગંભીર રોગ છે, જેનાથી વિશ્વ માં દરવર્ષે હજારો લોકો નાં મોત થાય છે.જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા હિપેટાઇટિસ વિશે સ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
વિશ્વ હીપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીબી ચૌબીસા ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.ભરત મેવાડા, મેડિકલ ઓફિસર ડો.કુલદીપ શર્મા, નર્સિંગ કોલેજ નાં પ્રિન્સિપાલ ભાવનાબેન જોષી, તથા ટયુટર રંજનબેન રાઠવા, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, સિનિયર ડોટ્સ પ્લસ સુપરવાઝર અને જિલ્લા ટીબી-એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઇ રાઠવા,તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં કર્મચારીઓ અને તાલીમાર્થી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here