રાહુલ ગાંધી સાંસદ તરીકે પુનઃ સ્થાપિત થતા કાલોલ કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ચૂકાદાની ઉજવણી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટીપ્પણી કરવા બદલ બદનક્ષીનો કેસ કર્યો હતો જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સુરત કોર્ટે કરી હતી ત્યારબાદ આ સજાને ગુજરાત હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી જ્યારે શુક્રવાર તારીખ ૪/૮/૨૦૨૩ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને ફટકાવવામાં આવેલી સજા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપી સજા ઉપર સ્ટે કરવામાં આવેલ જેને લઇ સોમવારે તા ૦૭/૦૮ નાં રોજ તેઓ સાંસદ તરીકે લોકસભા મા હાજર રહ્યા હતા જેથી મંગળવારે કાલોલ તાલુકા સહિત શહેર કોંગ્રેસ દ્વારા સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને જીતની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાલોલ તાલુકા સહિત શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here