બાળપણનાં બંધાયેલા પ્રેમનો કરુણ અંજામ… પ્રેમિકાએ પતિસાથે મળી કાવતરું કરી પ્રેમીનુંઢીમ ઢાળ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

લગ્નનેતર બાહ્ય સંબધોમાં વધુએક પ્રેમીનો ભોગ

કાલોલ તાલુકાના ભાદરોલી ખૂર્જ ગામના ઘોડા ફળિયામાં રહેતા ગણપતભાઈ ઉર્ફેક કાળુભાઈ પ્રતાપભાઈ ચૌહાણ ના લગ્ન ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાડી ફળિયામાં રહેતી કૈલાશ સાથે થયા હતા. પરંતુ લગ્ન પહેલા
કૈલાશ ને તેમના જ ગામના પટેલ ફળિયામાં રહેતા ગજેન્દ્ર ઉદેસિંહ પરમાર સાથે બાળપણમાં સાથે અભ્યાસ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. સમય વિતતા બંનેના પ્રેમ સબંધમાં કૌટુંબિક બાધાઓના કારણે કૈલાશ અને ગજેન્દ્રના પ્રેમલગ્ન શક્ય બન્યા નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર કૈલાશને તેના પરિવાર જનોએ અંદાજીત ૨૦ વર્ષ પહેલા કાલોલ તાલુકાના ભાદરોલી ખૂર્જ ગામનાં ઘોડા ફળિયામાં રહેતાં ગણપતભાઈ ઉર્ફે કાળુંભાઈ પ્રતાપભાઈ ચૌહાણ સાથે લગ્ન થયાં હતાં.
જ્યારે ગજેન્દ્રના પરિવારજનોએ પણ ગજેન્દ્રના અન્ય જગ્યાએ લગ્ન કરાવ્યા હતાં.પરંતુ બંને વચ્ચે પ્રેમ સંબંધોના કારણે અવાર-નવાર સંપર્કમાં રહેતા હતા. લગ્નના થોડા સમય પછી કૈલાશ અને ગજેન્દ્રના સંપર્ક ના તાર તૂટી પણ ગયાં હતાં. પરંતુ કૈલાશ અને ગજેન્દ્ર વચ્ચે પુનઃ પ્રેમનાં અંકુરો ફૂટી નીકળતા પ્રેમ સબંધો તાજા થતાં ગજેન્દ્ર પરમાર ઘોંઘબા થી ભાદરોલી ખૂર્જ કૈલાશને મળવા જતો હોવાનું પણ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે લગ્ન પછી પણ પૂર્વ પ્રેમ સંબંધો રાખતા ગજેન્દ્રને તેના પરિવાર દ્વારા અવારનવાર કૈલાશ સાથેના સંબંધોને ભૂલીજવાં રોકટોક કરવામાં આવતી હતી. પરંતુ આંધળા બનેલા પ્રેમમાં ગજેન્દ્ર પરમાર કૈલાશને મળવા માટે કાલોલ તાલુકાના ભાદરોલી ખૂર્જગામે મળવા જતો હતો.ગત ૨૬ એપ્રિલના રોજ મોડી સાંજે ગજેન્દ્ર પોતાના પાસેની મોટર સાઇકલ લઈ ઘોંઘબા પોતાના ઘરેથી કાલોલ તાલુકાના ભાદરોલી ખૂર્જગામે ગયો હતો. ઉલ્લેખનીય એ છે કે પોતાની પ્રેમિકાને મળવા ગયેલા ગજેન્દ્ર પરમાર અને પ્રેમિકાના પતિ ગણપત ઉર્ફે કાળુ સાથે તકરાર ઊભી થઈ હતી. રાત્રીનાં અંદાજીત ૧૦:૩૦ નાં સમય દરમ્યાન તકરારની તિરાડ લાંબી થતાં પ્રેમિકા કૈલાશના પતિએ ખેતીકામમાં વપરાતા પાવડાનાં હાથા વડે ગજેન્દ્ર પરમાર ને ઝુડ્યો હતો. ગણપત ઉર્ફે કાળુંના હાથમાંનો પાવડનો હાથો તૂટી જતાં તે પોતાના ઘરમાં થી વાશી લઈ આવ્યો ત્યારે કૈલાશ પણ પોતાના પતિ તરફેણમાં જઈ પ્રેમી ગજેન્દ્રને ચોંટી ( ઝગડો કરવો ) હતી. અને તેપણ ઘરમાંથી લોખંડનાં હાથા વાળી વાસી લઈ આવી પતિ-પત્ની બંનેવે ગજેન્દ્રને મારામારી માથાના,મોંનાં તેમજ પગના ભાગે ગંભીર ઇચાઓ પહોંચાડી હતી.ગજેન્દ્ર મારના ભાગે દોડી ફળીયા તરફના રોડ પર દોડતા તેને પકડી રોડ પરજ મારમારેલ અને રોડ પર ફેંકી દીધો. તંદુપરાંત પ્રેમિકા કૈલાસના પતિએ ફોન મારફતે ફરિયાદીને જણાવતા કહ્યું હતુ કે ગજેન્દ્રને મારમારેલ છે અને અમારા ઘર સામે રોડ પર પડેલ છે. તેવું કહેતા ફરિયાદી પોતાના ઘરે પોતાના પુત્રસાથે વાતચીત કરતાં ફરિયાદીના પુત્ર જયદીપનાં ફોન પર ગજેન્દ્રએ ફોન કરી જણાવતા બચવાવા માટે ભાદરોલી ખૂર્જ બોલાવેલ હોવાનું ફરિયાદી ને પુત્રએ જણાવતા તેઓ તેમનાં સગાસ્નેહી સાથે રાત્રીના સમયે ઘોંઘબાથી કાલોલ ભાદરોલી ખૂર્જ પોહયાં હતાં. ગામમાં જઈ જોતાં ગજેન્દ્ર ચિથ્રેહાલ હાલતમાં રોડ પર ઉંધો પડ્યો હતો પરિવાર જનોએ છતો કરી જોતાં ગજેન્દ્રને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થતાં મૃત્યુ હાલતમાં પડેલ જોઈ નજીકનાં વેજલપુર પુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ગણપત ઉર્ફે કાળું ચૌહાણ અને તેની પત્ની કૈલાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ગુનાની તપાસ વેજલપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ગોહિલએ હાથમાં લઈ આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કરી ગણતરી ના કલાકોમાં જ ઘાતકી પતિ-પત્નીને ઝડપી પાડ્યાં હતાં.લગ્નનેતર બાહ્ય સંબધોમાં વધુ એક પ્રેમીનો ભોગ લેવાતા કાલોલ અને ઘોંઘબા પંથકમાં ચકચાર મચી જવાં પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here