માલપુર તાલુકાના ઉભરાણ ગામ ખાતેથી સગરી વયની બાળાને ભગાડી જનાર ઇસમ તથા ભોગ બનનારને રાજકોટ જિલ્લાના મેટોડા GIDC ખાતેથી ઝડપી પાડતી એલસીબી,અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસીંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લી,મોડાસા નાઓએ આપેલ સૂચના ઓ મુજબ અરવલ્લી જિલ્લામાં બનેલ ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ લોકલ ક્રાઇમ
બ્રાન્ચ,અરવલ્લીના સ્ટાફના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપી ઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા.
જે અન્વયે ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે, માલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નંબર
૧૧૧૮૮૦૦૬૨૩૦૧૩૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો એકટ કલમ ૧૨ મુજબ ના ભોગ
બનનાર મળી આવેલ ન હોઇ નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે હેબીર્યસ કોપર્સ દાખલ થયેલ હોઇ તેમજ
આ કામના આરોપી નાગજીભાઇ રમેશભાઇ ઓડ રહે.ઉભરાણ તા.માલપુર જિ.અરવલ્લીનાઓનુ
નામદાર પોક્સો કોર્ટ મોડાસાનાઓએ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ ઇસ્યુ કરેલ હોઇ જેથી આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઇ.ડી.સી ખાતે વિભાસન પેકેજીન કંપનીમાં નોકરી કરતો હોવાની ચોક્કસ બાતમી હોવાથી બાતમી આધારે મોડાસા થી રાજકોટ ગ્રામ્ય ના મેટોડા જી.આઇ.ડી.સી ખાતે જતા માલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નંબર ૧૧૧૮૮૦૦૬૨૩૦૧૩૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો એકટ કલમ ૧૨ મુજબના કામના આરોપી તથા ભોગબનનાર નાઓ મળી આવતા બન્ને જણાને મોડાસા મુકામે લાવી સદરી આરોપીને સી.આર.પી.સી.કલમઃ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળ ની તપાસ માટે માલપુર પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) નાગજીભાઇ રમેશભાઇ ઓડ ઉવ ૨૨ રહે.ઉભરાણ તા.માલપુર જિ.અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here