મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતી બે લકઝરિયસ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડિયાપાડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી બે કાર માચ ચોકડી પાસે થી ઝડપી પાડતા બૂટલેગરો માં ફફડાટ

ડેડીયાપાડા પોલીસે બે કાર સહિત 24.09 લાખનો મુદ્દા માલ જપ્ત કરી એક આરોપી ની અટકાયત કરી 8 ને વોન્ટેડ જાહેર કર્યા

નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ હોય મહારાષ્ટ્રમાંથી ગેર કાયદેસર રીતે ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટે વિદેશી દારૂ નો વેપલો કરનારા બૂટલેગરો નર્મદા જિલ્લાની મહારાષ્ટ્રને અડીને આવેલી બોર્ડરને સલામત માનતા હોય છે. અને અવારનવાર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આ બોર્ડર મારફતે વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવતો હોય છે નર્મદા પોલીસ બૂટલેગરો ની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી વિદેશી દારૂની હેરાફેરી ઉપર નિયંત્રણ લાવવા માટે વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શૂંબે ની સૂચના અને માર્ગદર્શનથી ચાંપતી નજર પણ રાખતી હોય છે. પરંતુ બુટલેગરો બેફામ પણે આ બોર્ડરનો ઉપયોગ વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટે કરતા હોય છે.

ત્યારે ગતરોજ નર્મદા જિલ્લામાં થી પસાર થતી બે લક્ઝરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી . જે. પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે સોદરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી રાઠવા સહિત ના પોલીસ જવાનો એ ઝડપી પાડ્યો હતો, અને પોલીસે વિદેશી દારૂ સહિત બે લક્ઝરીયસ કાર મળી કુલ રૂ. 2409900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ મથકના ઇન્સપેક્ટર પી જે પંડ્યા ને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે ત્યારે પોતાના સ્ટાફના માણસો સાથે ડેડિયાપાડા નજીક ની માચ ચોકડી પાસે વાહન ચેકિંગ કર્યું હતું જે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ડેડીયાપાડા તરફ આવતા હાઈવે માર્ગ ઉપર મહેન્દ્ર કંપનીની કાર નંબર એમએચ 16 DC 5354 તેમજ મહેન્દ્ર ની અન્ય કાર નંબર GJ 16 DG 1804 આવતા આ બંને કારો ને રોકતા કારમાં સવાર આરોપીઓ પૈકી માત્ર એક આરોપી ને પોલીસને ઝડપવામાં સફળતા મળી હતી અને બાકીના આરોપીઓ પોલીસને જોઈ પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા ડેડીયાપાડા પોલીસે કારમાં સવાર આરોપી અશોક કેસરીમલ ઉર્ફે મારવાડી રહે. કંબોડિયા, મંદિરફળિયું ,તાલુકો નેત્રંગ જીલ્લો ભરૂચનાઓને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ અને વિવિધ બ્રાન્ડો મળી આવી હતી. જેમાં માર્ગદર્શક નંબર વન વિસ્કી 120 નંગ મેકડોવેલ્સ નંબર વન કવાટરીયા 1199 નંગ મળી આવ્યા હતા પોલીસે રૂપિયા 22 લાખ ની કિંમતની બે મહિન્દ્ર કાર સહિત 30 હજાર રૂપિયા નો મોબાઇલ અને 179,900 નો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 2409900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને એક કાર ચાલક ને ઝડપી પાડયો હતો.

પોલીસે ઝડપી પાડેલા આરોપી અશોક કેસરીમલ માલી ઉર્ફે મારવાડી ની તપાસ કરતા તેણે સ્થળ ઉપરથી નાસી જનાર આરોપીઓમાં કારચાલક 1) આસિફ પઠાણ રહેવાસી સેલવાસ નું નામ જણાવ્યું હતું.

આ ઉપરાંત વિદેશી દારૂ સપ્લાય કરનાર 2) હર્ષદ મદનલાલ ચૌધરી રહેવાસી ખાપર, પોલીસ ચોકી ની બાજુમા,તાલુકો આક્કલકુવા, જીલ્લો નંદરબાર, મહારાષ્ટ્ર હાલ રહે. સેલંબા, તાલુકો સાગબારા જીલ્લો નર્મદા તેમજ 3) અજીતભાઈ મગનભાઈ વસાવા રહેવાસી ચીતલદા, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત. 4) ગુણવંતભાઈ મોહનભાઈ વસાવા રહેવાસી વાંકી નસરપુર, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત 5) રમેશભાઈ કરમસિંગભાઈ વસાવા રહેવાસી ટુડી, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત અને બંને કારના માલિક 6) રાહુલ ઉકારામ માલી રહેવાસી પદ્માવતી નગર અંકલેશ્વર અને 7) ભલાભાઇ માતમભાઈ ભરવાડ રહેવાસી કૃષ્ણનગર, શિલુડી ચોકડી, વાલિયા, જીલ્લો ભરૂચ નાઓ ને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here