રાજપીપળાની એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું ગૌરવ

રાજપીપળા,વ(નર્મદા) આશિક પઠાણ :-

કોલેજ ના વિદ્યાર્થી એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આયોજીત ખેલ કુદ મહોત્સવ માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

શ્રી એમ. આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત પચાસમાં ખેલ-કૂદ રમતોત્સવ માં ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કૉલેજ નું ગૌરવ વધાર્યું હતું.

શ્રી એમ. આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ નાં ટી.વાય.બી.એ. નાં વિદ્યાર્થી સાજન મનસુખભાઇ વસાવાએ ઉંચીકૂદ માં બીજો નંબર – સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ સાજન વસાવાને કોલેજના પ્રાચાર્ય ડૉ એસ.જી.માંગરોલા અને સમગ્ર સ્ટાફ એ આનંદ ની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here