અરવલ્લી જિલ્લામાં સંભવિત લમ્પી વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે જાહેરનામાની મુદતમાં વધારો

મોડાસા, (પંચમહાલ) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લામાં સંભવિત પશુઓમાં “લમ્પી સ્કીન ડીસીઝ” રોગના લક્ષણો છૂટાછવાયા સ્થળોએ જોવા મળેલ છે. આ રોગનો વાયરસ એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોય અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વિગેરેથી પણ ચેપ ફેલાતો હોઇ ભારત સરકારશ્રીના રોગના નિયંત્રણ અંગેની બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મૂકવા જણાવેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર,દ્વારા અરવલ્લી જિલ્લામાં સંભવિત લમ્પી વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે જાહેરનામાથી અમલમાં મુકેલ સૂચનાઓ તા.૩૦/૦૯/૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવી જરૂરી જણાય છે.જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી જિલ્લો,ડૉ.નરેન્દ્રકુમાર મીના, (આઈ.એ.એસ), ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ – ૧૪૪થી મળેલ સત્તાની રૂએ નીચે મુજબ ફરમાવવામાં આવે છે.અરવલ્લી જિલ્લામાં બહાર પાડવામાં આવેલ સૂચનાઓની અમલવારીની અવધિ તા.૦૧, સપ્ટેમ્બર,૨૦૨૨ના ૦૬.૦૦ કલાકથી તા.૩૦, સપ્ટેમ્બર,૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here