ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂ ભરેલ ક્રેટા ગાડીથી પોલીસને જાનથી મારી નાખવાની કોશિષના ગુન્હામાં નાસતો-ફરતો આરોપીને પોકેટ કોપ મદદથી ધોલવાણી ત્રણ રસ્તા નજીકથી ઝડપી પાડતી જિલ્લા એલસીબી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ,સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપી ઓને પકડી પાડવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર,એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જિલ્લામાં નાસતા ફરતાં ઇસમોને ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવીઅસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના માણસો ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ધોલવાણી ત્રણ રસ્તા ખાતે ઉભા હતાં દરમ્યાન એક શંકાસ્પદ ઇસમ જણાતા તેને પકડી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ લોકેશ ભાઇ રમેશભાઇ બરંડા ઉવ ૨૩ રહે.શિસોદ તા.બીછીવાડા જિ.ડુંગરપુર (રાજસ્થાન)નો હોવાનુ જણાવતો હોય સદરી ઇસનુ નામ સાથેના ઇ-પોકેટ કોપ થી સર્ચ કરતાં સદરી ઇસમ ભીલોડા પો.સ્ટે. ગુરનં ૧૧૧૮૮૦૦૩૨૨૦૨૮૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૭, ૪૨૭,૧૧૪ તથા પ્રોહી ક.૬૫એઇ,૮૧ મુજબ ના ગંભીર પ્રકારના ગુન્હામાં પકડવાનો બાકી હોવાનુ જણાઇ આવતાં સદરી ઇસમ પોલીસ પક્કડથી નાસતો ફરતો હોવાનુ જણાવતો હોય જેથી સદરી લોકેશભાઇ રમેશભાઇ બરંડા ઉવ ૨૩ રહે.શિસોદ તા.બીછીવાડા જિ.ડુંગરપુર (રાજસ્થાન)નાને ઉપરોકત ગુન્હાના કામે તા.૦૨/૦૯/ ૨૦૨૩ ના ક.૨૦/૩૦ વાગે અટક કરી ભિલોડા પો.સ્ટે તરફ મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે.
આરોપી –
લોકેશભાઇ રમેશભાઇ બરંડા રહે.શિસોદ તા.બીછીવાડા જિ.ડુંગરપુર (રાજસ્થાન)

કામગીરી કરનાર ટીમ‌‌ –
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ.શંકરજી ધુળાજી એલ.સી.બી. મોડાસા.
(૪) એ.એસ.આઇ. અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો.હરેશભાઇ કાન્તીભાઇ એલ.સી.બી. મોડાસા.
(૬) અ.હે.કો.કલ્પેશસીંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૭) અ.હે.કો.અભેસિંહ કોદરસિંહ એલ.સી.બી. મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીનાઓએ પોલીસને જાનથી મારી નાખવાની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here