ભરતકામની 15 દિવસીય તાલીમ બાદ 25 કરીગરોને ટુલ કીટ (સિલાઈ મશીન) આપવાનું આયોજન કરવામાં આવ્યું

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

કમિશનર , કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકાર, ઇન્ડેક્ષ્ટ-સી ગાંધીનગર અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે કારીગરોના ક્ષમાતા નિર્માણ તેમજ ઉદ્યોગ સાહસિક બનાવવા માટે ભરતકામની 15 દિવસીય તાલીમ આપવામાં આવી હતી. જેનાં અનુસંધાને તારીખ 4 માર્ચ 2024 નાં રોજ સૌ 25 કરીગરોને ટુલ કીટ (સિલાઈ મશીન) આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કીટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર શ્રી શક્તિસિંહ ઠાકોર, આઈ.પી.ઓ. શ્રી દિનેશ મળી તેમજ હસ્તકલા સેતુ યોજના પંચમહાલના અધિકારી હાજર રહ્યા હતા. કારીગરોને મળેલ કીટ નો ઉપયોગ કરી તેઓ તેમની આર્થિક સ્થિતિમાં વધારો કરે તેવી શુભેચ્છાઓ અધિકારી શ્રી દ્વારા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદનાં શ્રી ડૉ.સત્યરાજન આચાર્ય,શ્રી બ્રિજેશ દવે, અને શ્રી હેતલ પાઠકનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here