બોડેલી : APMC માં લાભ પાંચમના શુભદિવસે ખેડૂતોની ભીડ જામી….

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તારીખ 9 11 21 ના રોજ APMC મા લાભ પાંચમના શુભદિવસે બોડેલી માર્કેટ યાર્ડ માં 7900 થી 8200 નો કિવન્ટલ નો ભાવ પડ્યો હતો થોડા દિવસ પહેલા તારીખ 21 ઓક્ટોબરના રોજ બોડેલી માર્કેટયાર્ડમાં 73 73 થી ૭૫ ૭૬ સુધીનું ભાવ પડ્યો હતો ત્યારે મુહુર્ત માં 10 સાધન આવ્યા હતા આજે લાભપાંચમના શુભ મુર્હત ના લીધે બોડેલી તાલુકા તેમજ છોટાઉદેપુર જિલ્લાના કપાસના ખેતી કરતા ખેડૂતો લાભપાંચમના સારો ભાવ મળે અને દરેક ખેડૂતને સંતોષકારક ભાવ મળે તેવી દરેક ખેડુતોની આશા એ બોડેલી માર્કેટમાં બોડેલી ના આજુબાજુ વિસ્તારના ખેડૂતો આગલે દિવસની રાત્રે ના કપાસ ના સાધનો લઈને રોકાણ કર્યું હતું બોડેલી એપીએમસી માર્કેટ યાર્ડમાં કુલ સાધન 227 ની હરાજી થઈ હતી અને ભાવ 7900 થી 8200 પડ્યો હતો તેમાં બોડેલી માર્કેટયાર્ડમાં ખરીદી કરનાર વેપારી ગાંધી કોટન 127 સાધન નારાયણ કોટન 22 સાધન વલ્લભ કોટન 06 સાધન સાઈ કોટન 12 સાધન વિનાયક કોટન 17 સાધન ભવાની કોટન 07 સાધન આર.કે 28 સાધન અને કમલ કોટન 01 સાધનની કુલ 227 સાધન હરરાજી સાથે બોડેલી વહેપારી ઓ એ ખરીદી કરી હતી તેમજ બોડેલી માર્કેટ યાર્ડ સેક્રેટરી અજીતભાઈ ભગતે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here