છોટાઉદેપુર : બોડેલી તાલુકાના માકણી ગામનો ભવ્ય ઇતિહાસ…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તાલુકાના માંકણી ગામનો ભવ્ય ભાતીગળ ઈતિહાસ છે જે પૃષ્ઠો પર હજી લખાયો નથી.અહીંના રણમૂકતેશ્વર મહાદેવના મંદિર પરિસર વિશે વડોદરાની એમ.એસ.યુનિ. ના આર્કિયોલોજી વિભાગે અભ્યાસ આધારે રીતસર એક પ્રકરણ અભ્યાસક્રમમાં મૂકેલું છે.આ ફેકલ્ટીમાં 1967માં પ્રો.આર. એન.મહેતાએ “માંકણી કા ભુક્તિ” શીર્ષક હેઠળ વિષદ છણાવટ કરી છે.જે પરથી એમ માની શકાય છે કે, આજનું માંકણી ગામ ભૂતકાળમાં ભર્યું ભાદર્યું નગર હોવું જોઈએ.

આર્કિયોલોજીસ્ટ અને પ્રો.આર.એન.મહેતાએ માંકણી ગામે 70ના દશકમાં રૂબરૂ મુલાકાત કરી હતી.તેમણે અહીંના રણમૂકતેશ્વર મંદિર પરિસર વિશે સચોટ મુદ્દાવાર અહેવાલ અને તથ્યોના આધારે સ્થાપત્ય અને કલા વિભાગને સ્પર્શતો એક રીતે કહીએ તો ઇતિહાસ લખ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

તેમની ટિમ દ્વારા આર્કિયોલોજીનો કેમ્પ માંકણી ખાતે યોજી અહીંના રણમૂકતેશ્વર મંદિર પાસે વિવિધ ટ્રેન્ચ ખોદવામાં આવી હતી.જે દરમ્યાન એક તામ્ર પત્ર (કોપર પ્લેટ) મળી આવી હતી.જેમાં વિસરાયેલ જમાનાની હવે ઉપયોગમાં ન લેવાતી ભાષામાં કઈક લખેલું હતું.તેનું લખાણ વિદ્વાનો પાસે ભાષાંતર કરાવાયું હતું.જેમાં ઘણા ભેદો પરથી પરદો હટયો હતો.

માંકણીનું રણમૂકતેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન હોવાના પ્રમાણ મળ્યા હતા.મંદિર સામેનું પંપા તળાવ પણ આજ પરિપ્રેક્ષ્યનો ભાગ ગણાય છે.તળાવની નિભાવણી કે જાળવણી કોઈ તંત્ર કરતું નથી.જેથી તળાવમાં ગંદકી જોવા મળે છે.સરકારે તળાવોનું બ્યુટીફીકેશન કરવાના આયોજન કર્યા હતા પણ પંપા તળાવ હજી કોઈની નજરમાં આવ્યું નથી.ગંદકી ખદબદે છે.વેલ અને ઝાડીઓ એક કિનારે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.તળાવની સપાટી પર લીલના થપ્પા વળેલા જોવા મળે છે.એમ લાગે છે કે,તળાવ ખુદ ચિલ્લાઇ રહ્યું છે અને ગુહાર લગાવી રહ્યું છે કે,”મને ગંદકી મુક્ત કરો..”

99 વાવ અને 999 કુવા તોયે માંકણીના તરસ્યા મુવા” એવી લોકોક્તિ પ્રસિદ્ધ છે

માંકણીમાં આજે પણ પુરાણી વાવ અને કૂવાઓ છે.આમ તો આજનું માંકણી ગામ જૂજ વસ્તી ધરાવે છે.જુના વિશાળ જળસ્રોત સાથે વસ્તીની તુલના કરી કેટલાકે આવી લોકોક્તિ પણ વહેતી કરી હતી.જોકે જુના જળસ્રોત હવડ અને નકામા જ છે.તેનો ઉપયોગ કોઈ કરતું નથી.પણ “99 વાવ અને 999 કુવા તોયે માંકણીના તરસ્યા મુવા” એવું જુનવાણી લોકો બોલતા સંભળાય છે.

અહીં એક જૂની પથ્થરોની બનેલી ઇમારતમાં કેટલીકવાર રાત્રે 12 વાગ્યે વાગતા ટકોરા પણ સાંભળતા હોવાનું જુનવાણી લોકો જણાવતા : હેમંત પટેલ,માજી સરપંચ-માંકણી પંચાયત

માંકણી હાલ તો એક ગામડું છે.પણ અહીંના વિશાળ અદભૂત જલસ્રોતો જોતા લાગે છે કે ભૂતકાળમાં આ એક વિશાળ શહેર હોઈ શકે.આટલી બધી પાણી ની જરૂરત પુરી કરવા પાછળ તે વખતના શાસકોએ વ્યવસ્થાઓ ઉભી કરી હશે.અહીં એક જૂની પથ્થરની બનેલી ઇમારત આવેલી છે.જેવા ઘડિયાળ જેવી પ્રતિકૃતિ છે.જુનવાણી લોકો એમ કહેતા કે અહીં ઘડિયાળના ટકોરા વાગતા અમે સંભળ્યાં છે.મેં પણ આવી થતી ચર્ચાઓ સાંભળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here