બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રસરાઈ રહેલું કોરોનાનુ સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પોહચ્યું…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ :-

બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માં કોરોના નુ સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. આ સંક્રમણ હવે ગામડાઓ સુધી પહોચ્યું હોવાથી આવનારા દિવસો માં કોરોના ના દર્દીઓમાં ચિંતાજનક વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

અત્યારે બોડેલી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ લક્ષણો ધરાવતા દર્દીઓ ની કતારો ક્લિનિક પર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તાર ની ક્લિનિક પર અગાઉ જ્યાં સામાન્ય રીતે એકલ દોકલ દર્દીઓ નજરે પડતા હતા ત્યાં અત્યારે દર્દીઓ ની લાંબી લાઈન પડી છે. ગામડા માં કોરોના નુ ટેસ્ટીગ ન થતું હોવાથી કોરોના ના દર્દીઓ ની ઓળખ થતી નથી અને આવા દર્દીઓ તાવ, ખાસી અને શરદી વિગેરે ની દવા લઈ રહ્યા છે. ગામડા માં હવે કોરોના ટેસ્ટ થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ કેમ્પ રાખતા હોય ત્યારે ગ્રામ્ય પ્રજા માં તેની જાગૃતિ દેખાતી નથી. વેક્સિન માટે તો ગ્રામ્ય પ્રજા માં જાણે ડર પેસી ગયો છે. કોઈ મૂકવા આવતા નથી. કેમ્પ આવ્યો તેવી ખબર પડે એટલે ઘરે તાળું મારી ને ખેતર ની વાટ પકડી લેતા હોય છે. પણ કોરોના નુ સંક્રમણ અટકાવવા માટે કોરોના ટેસ્ટ અને દરેક ને વેક્સિન આપવા નુ કામ તેજી નહિ પકડે ત્યાં સુધી લોક ડાઉન પણ કારગત નીવડે નહિ. ગામડા લેવલ ના આરોગ્ય કેન્દ્રો પર કોરોના ટેસ્ટ અને વેક્સિન માટે સ્થાનિક આગેવાનોની મદદ લઈને કામગીરી તેજ કરાય તો કોરોના ચોક્કસ કાબૂમાં આવી શકે છે. શહેરો અને નગરમાં ફેલાયેલો કોરોના ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તરતા હવે તેને નાથવા મટે તંત્ર એ એક્શન પ્લાન ઘડવો જોઈએ તેવો સૂર ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here