બોડેલી સહિત વિસ્તારમાં તાઉતે વાવાઝોડાની અસરને લઇ પવન સાથે વરસાદ વરસ્યો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

સોમવારે મોડીરાત્રે રાજ્ય માં પ્રવેશેલા તાઉ તે વાવાઝોડા ની અસર બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળીરહી છે. વાવાઝોડાની અસર ને કારણે ગઈકાલે મોડી સાંજ પછી બોડેલી નગર વિસ્તાર નાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યોઅને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડયો હતો એ જ વાતાવરણ આજે વહેલી સવારથી યથાવત જોવા મળ્યું હતુંઅને ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહેતા ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો.

બોડેલીના બંને ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદ ધીમો પડતા મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા.
તાઉ તે વાવાઝોડાના કારણે એસટી વિભાગ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એસટી બસ સેવા રદ કરવામાં આવી હતી જેથી મુસાફરોને અટવાવવાનો આવ્યો આવ્યો હતો.

કમોસમી વરસાદને લઇ સમગ્ર વિસ્તારમાં ખેતીના પાકોને ભારે નુકસાન નીતિને કારણે ધરતીપુત્રો ભારે ચિંતિત બન્યા છે. એકતરફ કોરોના મહામારી એ લોકોની કમર તોડી નાખી છે ત્યારે બીજી તરફ આવા કમોસમી વરસાદને કારણે હાલ તો ખેડૂતોની હાલતકફોડી બનેલી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here