બોડેલી : ચલામલી પાસેના ફેરકુવા ગામે ટીટોડીએ એક સાથે આઠ ઈંડા મૂકતા કુતુહલ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ પઠાણ :-

બોડેલી તાલુકાના ચલામલી ગામ પાસે આવેલ ફેરકુવા ગામના ખેડૂત સવિતાબેન ભગાભાઇ કોળીના ખેતરમાં ટીટોડી નામના પક્ષીએ એક સાથે આઠ ઈંડા મુકતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.ટીટોડીના ઈંડા મુક્યા બાદ વરસાદની આગાહી આગાહી કરનારાઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા.સામાન્ય રીતે ટીટોડી નામનું પક્ષી વરસાદની ઋતુ આવતા પહેલા ખેતર સહીત અનેક જગ્યાઓ પર સુરક્ષિત રીતે ઈંડા મૂકે છે જેના આધારે વરસાદ આગામી સમયમાં કેટલા મહિના,કેવો વરસાદ વરસશે તેના ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે અહીંયા ફેરકુવા ગામે ટીટોડીએ આઠ ઈંડા મુકતા આગાહી કરનારા અસમંજસમાં મુકાયા છે કે વરસાદ ઈંડાના આધારે જોવા જઈએ તો આઠ મહિના વરસાદ વરસવાના એંધાણ જોવા મળી રહ્યા છે જયારે સામાન્ય રીતે ટીટોડી ચાર જ ઈંડા મુકતી હોય છે આમ ફેરકુવા ગામે ટીટોડીએ એક સાથે આઠ ઈંડા ઉભા મુકતા ભારે થી અતિ ભારે વરસાદ આઠ મહિના પડશે તેવું આગાહી કરનારાઓમાં ગણગણાટ શરુ થયો છે.ટીટોડીએ મુકેલ આઠ ઈંડાનો વિડિઓ પણ સોસીયલ મીડિયા પર વાઇરલ થતા લોકોમાં કુતુહલ સાથે અસમજસતા ઉભી થવા પામી છે.આમ ચલામલી પાસેના ફેરકુવા ગામે ટીટોડીએ એક સાથે આઠ ઈંડા મૂકતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here