બોડેલી : મુસ્લિમ સમાજની ગુમ થયેલ એક યુવતીનો છેલ્લા ૧૬ દિવસથી કોઈ પતો ન મળતા વાલીજનો રેન્જ આઈ.જી પટેલ સાહેબના શરણે…

બોડેલી તાલુકાના એક ગામની મુસ્લિમ સમાજની યુવતી ગુમ થયા બાદ કોઈ પતો ન મળતા યુવતીના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ યુવતીનો કોઈ પતો ન લાગતા બોડેલી ખાતે આવેલા રેન્જ આઈજીને યુવતીના પરિવારજનોએ રજુઆત કરી હતી. 

બોડેલી તાલુકાના એક ગામની મુસ્લિમ સમાજની યુવતી તા. ૭ ડિસેમ્બર ના  રોજ બપોરના સમયે તેની બહેનપણીના ઘરે જવ છું તેમ તેના ઘરે કહીને ગઈ હતી ત્યાર બાદ યુવતી ઘરે ન આવતા યુવતીના પિતાએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવતીનો કોઈ પતો ન મળતા યુવતીના પિતાએ તા.૯ ડિસેમ્બરના રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ફરિયાદ નોંધાયેલને ૧૬ દિવસ થયા હોવા છતાં યુવતીનો કોઈ પતો ન મળતા પરિવાજનો ભારે ચિંતામાં મુકાયા છે. ત્યારે આજે થાકીને પ્રસાશન પર ભરોસો મૂકી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનમાં આવેલા વડોદરાના રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલને પરિવારજનોએ રજુઆત કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here