બોડેલી : ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલ પી એમ વિશ્વકર્માં યોજના અંતર્ગત 10 જાન્યુઆરીના રોજ સવારે 11.30 કલાકે જબુગામ આઈટીઆઈ ખાતે મફત રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જબુગામ ખાતે બોડેલી તાલુકાની જાહેર જનતા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલ પી એમ વિશ્વકર્માં યોજના અંતર્ગત તારીખ 10 જાન્યુઆરીના રોજ સવારે 11.30 કલાકે જબુગામ આઈટીઆઈ ખાતે મફત રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં સુથારીકામ, લુહારીકામ, કુંભાર કામ, મોચી, પગરખાં બનાવનાર, કડિયા કામ, દરજી કામ,વાળંદકામ જેવા વિવિધ 18 પ્રકારના કારીગરોને લાભ મળશે. જેથી આ પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલા કારીગરોને તા.10મીએ પોતાનું આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ, રેશનકાર્ડ અને બેંક પાસબુકની અસલ કોપી લઈને હાજર રહીને યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here