બોડેલી : પોલીસ જવાનોના વિવિધ પડતર પ્રશ્નોને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદન આપ્યું…

બોડેલી, છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીમાં આજે પોલીસ જવાનોના વિવિધ પડતર પ્રશ્નોને લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટીએ ગુજરાત પોલીસ વિભાગની ગુજરાતની સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે પોલીસ ડિપાર્ટમેન્ટ ને સમર્થન આપ્યું હતું તેના સંદર્ભમાં બોડલી તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ દિલુ ઠક્કર તેમજ જૈમિન ભાઈ પટેલ તેમજ સુનિલભાઈ ઠક્કર અને રિઝવાન ભાઈ સહિત ના આમ આદમી કાર્યકર્તાઓએ આજરોજ બોડેલી પી.એસ.આઇ શ્રી સરવૈયા સાહેબને પોલીસ વિભાગની ગુજરાત સરકાર સમક્ષ ની વિવિધ માંગણીઓ અંગે પોલીસ ડિપાર્ટમેન્ટ ને સમર્થન કરતું આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાત ભાજપ સરકારને અપીલ કરી હતી ગુજરાત ભાજપ સરકાર ગુજરાત પોલીસ વિભાગની વિવિધ પ્રશ્નો નું સત્વરે નિરાકરણ લાવે તેવું બોડેલી આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here