કાલોલ પી.એસ.આઈ માલવિયા સાહેબે પીગળી ફાટક પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મેસ્ટ્રો ટુ વ્હીલર ચાલાકની કરી ધરપકડ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ પોલીસ પી એસ આઈ માલવિયા સાહેબ પેટ્રોલિંગ દરમિયાન ઉપરોકત ખાનગી બાતમીના આધારે પીગળી ફાટક તરફ થી વાયા ડેરોલ કાલોલ જવાના રોડ ઉપર વોચ રાખતા જરૂરી આડશ ઉભી કરી આવતા મેસ્ટ્રો ટુ વ્હીલર ગાડી ચાલાકને દબોચી પાડેલ.જેની તપાસ કરતા પોતાનુ નામ મુકેશભાઈ રયજીભાઈ કોળી રહે.બાથવાડા ગામ તાલુકા દેવગઢ બારીયા જીલ્લો દાહોદ હોવાનુ જણાવેલ.ગાડી પર રાખેલ થેલાની તપાસ કરતા જેમાંથી રોયલ બ્લ્યુ મેલ વીસ્કી જે પ્લાસ્ટિકના ૧ નંગની કિંમત રૂ.100 લેખે કુલ કિંમત રૂ =૧૨,૦૦૦ મુદ્દામાલ અને ટુ વ્હીલર ગાડીની કીમત રૂ =૩૦,૦૦૦ ટોટલ મળી ૪૨,૦૦૦ નો મુદ્દા માલ સાથે એક ઈસમની ધરપકડ કરી.કઈ લઇ જવાના બાબત અંગે પૂછતા તેને ડેરોલ ગામે રહેતા.દિલીપભાઈ ઉર્ફે દિપો મગનભાઈ સોલંકી તથા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમારએ માલ મંગાવેલ કબૂલ કરેલ હતુ જેની કાલોલ પોલીસ પી એસ આઈ માલવિયા સાહેબે ઉચ્છ કક્ષાની તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here