નાની પીંગળી ખાતે સ્મશાનગૃહ માટે જગ્યાની ફાળવણી કરવા ધારાશાસ્ત્રી એ ધારાસભ્ય ને કરેલી રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાની નાની પિંગળી ગામે નવીન સ્મશાન માટે વર્ષોથી માગણી છે.છેલ્લે ૨૦૧૮ થી બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ ના રહીશો માટે નવીન સ્મશાન ગૃહ બનાવવાની ધારાશાસ્ત્રી પુનમચંદ સોલંકી દ્વારા લેખિત માંગણી છે.નાની પિંગળી ખાતે વર્ષોથી સ્મશાન જવાના રસ્તામાં ખેતરો અને નદી પાર કરીને જવું પડે છે.ચોમાસામાં નદીમાં પુર આવે ત્યારે અને નદીમાં પાણી હોય ત્યારે પારાવાર મુશ્કેલી પડે છે.ખાટલે મોટી ખોટ એ છે કે નાની પિંગળી,હમીરપુરા ને અનુકૂળ પડે તેવી જગ્યા જેલી પંચાયતની આવેલી છે અને જેલી ગામ પંચાયત ધ્વારા ઠરાવ કરી આપવામા આવે તો પીંગળી ગામ પંચાયત ઠરાવ મુજબ કામગીરી સત્વરે થઈ શકે.આ જગ્યાની ફાળવણી કરવામાં આવેતો જ આ સ્મશાન નો પ્રશ્ન હલ થાય તેમ છે.આ માટે પિંગળી અને હમીરપુરી ના ગ્રામ જનોની અરજી,પિંગળી પંચાયનો ઠરાવ,જેલી પંચાયત નો ઠરાવ કરી જિલ્લા કલેક્ટર ને રજુઆત કરતા તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેટર લખવામાં આવેલ હોવા છતાં આજદિન સુધી પરિણામલક્ષી કામ થયેલ નથી આ સ્મશાન માટે ની ગ્રાન્ટ પણ આવી ગયેલ છે પરંતુ જગ્યાના અભાવે બાંધકામ થઈ શક્યું નથી.આથી સ્થાનિક ધારાશાસ્ત્રી પુનમચંદ સોલંકી દ્વારા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને લેખિત અને મૌખિક રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા વિનંતી કરેલ છે જેને પગલે બન્ને ગામ ના સરપંચઓને વકીલ પુનમચંદ સોલંકી ની રુબરુ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આ બાબતે ટેલીફોનિક વાતચીત કરતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here