બોડેલી તાલુકામાં આવેલ રતનપુર થાના ગામમાં વન્યપ્રાણી દીપડાએ એક વાછરડાનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રતનપુર થાના ગામમાં ગત રાત્રિએ એક દીપડાએ વાછરડીનું મારણ કરતા લોકોમાં ડર પેસી ગયો હતો આ વન્ય પ્રાણી દિપડા થી લોકોને ખેતરમાં જવાનો અને ચારો કાપવા માં પણ ડર પેસી ગયો હતો રતનપુર ગામમાં ભરતભાઈ બારીયાએ જણાવ્યું હતું કે અમો ખેતી તેમજ પશુ પાલનના નો વ્યવસાય કરીએ છીએ અમારા ખેતરમાં એક તબેલામાં પશુઓ પણ બાંધીએ છીએ ત્યારે કાલે રાત્રિએ વન પ્રાણી દીપડો રાત્રિને સમય આવીને અમારી એક વાછરડીનું મારણ કર્યું હતું ભરતભાઈ જણાવ્યું હતું કે ગત 17 તારીખે ફોરેસ્ટ ખાતા માં બોડેલી અમે જાણ કરી હતી ગામમાં અવર નવર દીપડો જોવાયો હતો ત્યારે અમે ફોરેસ્ટ ખાતા માં દીપડાને પકડવા માટે પીંજરું મુકવા માટે પણ જાણ કરી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લા બોડેલી ફોરેસ્ટ ખાતામાં રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરીથી આજે ફોરેસ્ટ ખાતાના અધિકારી આર.બી રાઠવા સાહેબ રૂબરૂ રતનપુર થાના ગામમાં જઈને ભરત ભાઈ બારીયા ના ઘરે મુલાકાત તેમજ ખેતરમાં દીપડાના પંજાના નિશાન લીધા હતા અને વન્યપ્રાણી દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here