બોડેલી તાલુકાના જબુગામ ખાતે જિલ્લા વાર્ષિક ઈન્સપેક્સન અનુસંધાને લોકદરબારનો કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામ ખાતે જિલ્લા વાર્ષિક ઈન્સપેક્સન અનુસંધાને બોડેલી પોલીસ દ્વારા છોટાઉદેપુર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશીના અધ્યક્ષતા હેઠળ જબુગામ ખાતે જબુગામ પંચાયત ઘરના પોલીસ મથકમાં લોકદરબારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ લોક દરબારમાં હાજર ગ્રામજનોને પણ પોતાના ધ્યાનમાં આવતી હોય તેવી સમસ્યાઓ તેમજ કાયદાને ધ્યાનમાં રાખી પોલીસને કરવામાં આવતી હોય તેવા કોઈ સુચન હોય તો હાજર લોકદરબારમાં લોકોને કાયદો અને વ્યવસ્થાની જે રજુઆતો હોય તો રજુઆત કરવા જણાવ્યું હતુ. ત્યારે હાજર ગ્રામજનોએ જબુગામ બસ સ્ટેન્ડ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા, જીઆરડી ફાળવવા બાબત, માતેલા સાંઢની જેમ દોડતા વાહનો દ્વારા અકસ્માત વારંવાર સર્જાતી હોય છે. માટે હાઈવે પર આવેલ પ્રાથમિક શાળાના માર્ગ પર બેરીકેટ લગાવવામાં આવેની માંગ નગરજનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ડીવાયએસપી દ્વારા જબુગામના લોકોએ આપેલા સુચન મુજબ શક્ય હોય તેટલા સૂચનોને ગંભીરતાપૂર્વક અમલમાં લઈ લોકોની સમસ્યાનું નિવારણ આવે તે પ્રમાણે વાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here