બોડેલી તાલુકાના જબુગામના યુવાનોને ઐતિહાસિક મહત્વ ધરાવતા સોઢળ બાવાના વડના વૃક્ષને તેની જગ્યાએ ઉભો કરી જીવંત કરવામાં સફળતા મળી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામના યુવાનોએ જબુગામના ઐતિહાસિક મહત્વ ધરાવતું સોઢળ બાવાના વડના વૃક્ષને તેની જગ્યાએ ઉભો કરી જીવંત કરવામાં સફળતા મળી છે ત્યારે આ વડનું વૃક્ષ ફરીથી નવપલ્લવિત થશે છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા મા આવેલ જબુગામ ઓરસંગ નદીના કિનારે આવેલ સોઢળ બાવાના નામથી ઓળખવામાં આવતો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મહત્વ ધરાવતા વર્ષો જુના વડનું ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા રાહદારીઓ, વટેમાર્ગુઓ માટે ઉનાળામાં આરામ કરી થાક ઉતારતા હતા ત્યારે તંત્ર દ્વારા સંરક્ષણ દિવાલ ન બનાવવામાં આવતા વડના વૃક્ષનું અસ્તિત્વ જોખમાવા સાથે વૃક્ષ ચાલુ વર્ષે ચોમાસામાં ધરાશયી થઈ જમીન દોસ્ત થયુ હતુ  ગામલોકોને બનાવની જાણ થતાં ગ્રામજનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી જબુગામ ઓરસંગ નદીના કાંઠે આવેલ સોઢળ બાવાનો વડ સૌની ધાર્મિક આસ્થાના પ્રતિક સમો વિશાળ વડ ધોધમાર વરસાદ પડતાં નદી અને કોતરના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ધરાશાયી થઈ ગયો હતો આ વડ પશુ,પક્ષી સહિત અનેક લોકોને માટે ઉનાળામાં આશિવૉદ રૂપ હતો ત્યારે રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રિય વડ વૃક્ષના નમો વડ રાજ્યમાં ૩૩ જીલ્લાઓમાં ઊભા કરવામાં આવ્યા છે ત્યારે જબુગામના ઐતિહાસિક મહત્વ ધરાવતો વડ ધરાશાયી થતાં ગ્રામજનોના આ વડના વૃક્ષ પ્રત્યે પ્રેમ જોઈ ગામના  યુવાનો દ્વારા સહીયારા સંપ સહકાર સાથે વડની ડાળીઓ કાપી વડના થડ સાથેના જીવંત મુળીયાં હોય ફરી જીવંત કરવામાં આવ્યું છે યુવાનોએ ભારે મસીનો દ્વારા વડના મુળની લંબાઈનો અંદાજ કાઢી પછી વડની મુળ  જગ્યાએ જમીનમાં ઉંડો ખાડો ખોદકામ કરી લોખંડની 150થી 200 ટન ધરાવતી ભારેખમ ક્રેન મંગાવી વડના અતિ પહોળા થડ સહિત ઠુઠાની ઉપર ચારે બાજુએ દોરડા ,રસ્સાઓ બાંધી સુતેલા વડને વિરુધ્ધ દિશામાં ખેંચીને ઊભો કરવામાં સફળતા મળી છે ત્યારે જબુગામના યુવાનોની સુઝબુઝથી વર્ષો જુના વડના વિશાળ વૃક્ષને ફરી  જીવંત કરવામાં આવ્યું છે વડમા નવા અંકુરો તો ફુટેલા જ છે સાથે સાથે ફરીથી નવપલ્લવિત થશે કાંઠા વિસ્તારમાં વડની જગ્યાએ માટી પુરાણ કરવામાં આવશે ત્યારે જબુગામના યુવાનોના સહીયારા સંપ થકી ફંડફાળો એકત્ર કરી વડના વૃક્ષને ઉભું કર્યું છે જેને જોવા માટે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આ ઐતિહાસિક મહત્વ ધરાવતું સોઢાળ બાવાના વડના વૃક્ષને ઉભું કરવામાં આવતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે (ફોટો વિગત): તાજેતરમાં ધોધમાર વરસાદ પડતાં જબુગામ ઓરસંગ નદી સહિત કોતરના ધસમસતા પાણીના પ્રવાહને કારણે જબુગામના વર્ષો જુના વિશાળ વડનું ઝાડ ધરાશાયી થયું હતું જેને ફરી ઉભુ કરી જીવંત કરી નવપલ્લવિત થશે જે તસવીરમાં જોઈ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here