બોડેલી તાલુકાના કડીલા ગામે ટ્રક ચાલકે ટ્રેક્ટરને અડફતે લેતા અને ટ્રેક્ટર ટ્રેક્ટર પલ્ટી માર્યું 3 લોકો મકાઈના રાડા નીચે દબાયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી માહિતી અનુસાર આજરોજ મંગળ વારે સવારે 6 વાગે કડીલા ગામે વિનસ પાઇપ ફેક્ટરી પાસે ટ્રક ના ચાલકે ટેકટર ને પાછળ થી જોરદાર ટક્કર મારી હતી જેમાં ટ્રેક્ટર પલ્ટી મારતા ટ્રેકટર માં સવાર થયેલા લોકો ઈજાગ્રસ્ત થયેલા 4 વક્તિ ને 108 દ્વારા સારવાર માટે ખાસેડાયા હતા આ અકસ્માત ની ઘટના બનતા હાઇવે 2 કલાક સુધી બંધ થયો હતો અને ડરાઇવર્જ આપવામાં આવ્યું હતું.
ટ્રેકટર માં કુંડી ગામે થી પરાળ ભરી ને શટુન ગામે જઈ રહ્યા હતા ત્યારે રેતી ના ટ્રક ચાલકે પાછળ થી ટક્કર મારી હતી જેને લઈ ટ્રેક્ટર પલ્ટી વાગી ગયું હતું ટ્રેક્ટર પલ્ટી મારતા 3 લોકો પરાળ નીચે દબાઈ ગયા હતા જયારે ટ્રેક્ટર નો ચાલક ઉછળી ને જમીન પર પટકયો હતો 4 લોકો ને ગંભીર ઇજા થતા 108 મારફતે સારવાર માટે ખસેડ્યા હતા.બોડેલી વડોદરા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને બોડેલી થી વડોદરા સવારે જતી એસટી બસ ને વાયા માકણી સંખેડા રુટ કદી દીધો હતો ઘટના ની જાણ બોડેલી પોલીસ ને થતા પોલીસ દ્વારા પલ્ટી મારેલા ટ્રેક્ટર ને ટ્રક ની મદદ થી સાઈડ કરી દેવાયું હતું. રસ્તો ખુલ્લો કરતા રાબેતા મુજબ વાહનો અવર જવર શરૂ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here