બોડેલી તાલુકાના ઊંચાપાણ ગામે કિશન ભરવાડના મર્ડરના અનુસંધાનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગામના વડીલોએ આઉટપોસ્ટ ની માંગણી ની રજુઆત કરી

કિશન ભરવાડના મર્ડર ને આજે આશરે ચાર પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં આખા ગુજરાતમાં ગામે ગામ એક દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે જેનું કારણ એ છે કે ગામે ગામ લોકો રેલીયોનું આયોજન કરી વિરોધ દર્શાવેછે અને શારી વાત એ છે કે ભારત દેશ એ લોકશાહી દેશ છે અને એમાં વિરોધ કરવો જરૂરી છે અને જેને આવો ગુનો કર્યોછે એવા નરાધમો ને સજા થવી જ જોઈએ અને એનો વિરોધ પણ થવો જોઈએ અને સજા પણ થવીજ જોઈએ પણ આવી રેલીયોમા જે અસામાજિક તત્વો એમનું કામ કરી જાય છે અને એમાં નિર્દોષ માણસો ભોગ બનેછે એવા બનાવો ના બને એના માટે પી એસ આઈ સરવૈયા સાહેબે ઉચાપાણ ગામે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને ગામના યુવાનો વડીલોને બોલાવી શાંતિ સમિતિની બેઠક ની શરૂઆત કરી હતી અને બેઠકમાં ગામની શાંતિ જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગામની શાંતિ ડોહડાય નહી તેવા સૂચનો આપવામાં આવ્યા હતા અને બાકી પોલીસ તો એમનું કામ કારસેજ અને વર્ષોથી ગામનો ભાઈચારો જે બની રહ્યોછે તેને આંચ ન પહોચે તેવી નીતિ ગામના નાગરિકોએ રાખવી અને અને કોઈ પણ પરેશાની હોય તો તમે પોલીસનો સંપર્ક કરી શકોછો અને જાણ કરી શકોછો અને તમને લાગે કે ગામનો માહોલ બગડે છે તો તરતજ પોલીસનો સંપર્ક કરવો અને સાહેબે ગામલોકોને પૂછ્યું કે તમારે કઈ કહેવું છે તો ગામ ના નાગરિકો એ આઉટ પોસ્ટ ની માગણી કરી હતી અને ઉંચાપાણ ગામ બોડેલી થી લગભગ ૨૫ કિલોમીટર જેટલું દૂર છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે પચીસ કી.મી દૂર આવવું પડેછે અને ઉછાપાણ ગામ છેવાળાનું ગામ હોવાના કારણે પોલીસ ની કોઈ પણ બાબત હોય છે તો ઘણી તકલીફ પડતી હોય છે અને ગામમાં આઉટ પોસ્ટ હોય તો જે ગુનાઓ થાય છે તેમાં ઘટાડો થાય તેવા આશયથી ગામ લોકોએ આઉટ પોસ્ટની માંગણી કરી છે અને સરવૈયા સાહેબે આ બાબતે ધ્યાન દોર્યું છે અને તમારી રજુઆત હું ઉપર સુધી કરીશ અને વહેલી તકે તમારી માગણી પુરી થાય તેવા પ્રયત્ન કરીશ એવા વળતા જવાબ માં જણાવ્યું હતું અને ગામમાં શાંતિ જળવાય રહે તેના માટે ઉંચાપાણ ગામે પી એસ આઈ સરવૈયા સાહેબે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here