નસવાડી સી.એચ.સી. સેન્ટર ખાતે પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડનો મેઘા કેમ્પ યોજાયો…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ચાર લાખ થી ઓછી આવક ધરાવતા લોકોનું જ આયુષમાનકાર્ડ નીકળશે

નસવાડી સી.એચ.સી સેન્ટર નસવાડી ખાતે આજ રોજ આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા આ કાર્ડ એક ગરીબ વર્ગ માટે સોના કરતા પણ એની કિંમત વધી જાય એવું કાર્ડ સરકાર દ્વારા કાઢવામાં આવેછે જે ગરીબ વર્ગ મોટી માંદગી થી પીડાતો હોય છે અને જેની પાસે ઈલાજ કરાવવાના પૂરતા રૂપિયા ના અભાવ ને કારણે લોકો મોત ને ભેટે છે કારણ રૂપિયા નથી પરંતુ સરકારે આ કાર્ડ ની યોજના અમલમાં મુકતા લોકોને નવું જીવનદાન મળી રહે તેવી આ સરકારની યોજના છે અને આજે નસવાડી ખાતે આયુષમાન કાર્ડ વિના મૂલ્યે કાઢી આપવામાં આવ્યા છે અને આ કાર્ડ એક મેડી કલેમ્પ તરીકેનું કામ કરેછે અને લોકો આ કાર્ડનો લાભ લઈ શકે તેવા આશય થી સરકારે આ યોજના અમલ મા મૂકી છે જેનાથી કોઈ ગરીબ વર્ગ મોટી.બીમારી માં પીડાતા હોય તો એમને વિના મૂલ્યે મફત માં સારવાર મળી શકે અને આયુષમાન કાર્ડ જે પાંચ લાખ રૂપિયા સુધી નું આવે છે જેમાં ગરીબ વર્ગ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર લઈ શકે અને નસવાડી ખાતે આયુષમાન કાર્ડ નો મેઘા કેમ્પ યોજાયો હતો જેમાં ભાજપ ના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી અને તાલુકા હેલ્થ અધિકારી યુ.બી.સિંગ ની હાજરીમાં કરેલ છે અને જેમાં આયુષમાનકાર્ડ પાંચલાખ રૂપિયાની મેડિકલ સહાય મધ્યમવર્ગ ના લોકોને ગરીબ વર્ગના લોકોને મળી રહે તેવા હેતુથી જન આરોગ્ય કાર્ડ નું મેઘા કેમ્પ નું આયોજન કરેલ હતું અને મોટા ભાગના લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here