બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમા છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી સ્તુતિ ચારણ દ્વારા નવા મોડયુલર ઓપરેશન થિયેટરનુ શુભારંભ કરવામાં આવ્યું

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ માં ટ્રસ્ટીઓની એક ઇચ્છા હતી કે બોડેલી તેમજ આજુબાજુના તેમજ છોટાઉદેપુર જિલ્લાના ગરીબ માણસોને વડોદરા સુધી જવું ન પડે તે માટે બોડેલી હોસ્પિટલના ટ્રસ્ટીઓ ખૂબ જ મહેનત કરીને શ્રી કંચન ભાઈપટેલ સૌ સાથે મળીને મોડ્યુલર ઓપરેશન થિયેટર નું શુભારંભ કર્યું હતું અને આ મોડ્યુલર ઓપરેશન થિયેટરનું એ હેતુ કે દર્દીને આ ઓપરેશન થિયેટરમાં જશે તો (૦) બેક્ટેરિયા થાય નહીં અને બીજું કે સરકારશ્રીની આદેશથી ટૂંક સમયમાં આયુષ્માન કાર્ડ પણ ચાલુ કરવામાં આવશે તે ના પૈસા ઓપરેશનના સરકારશ્રી આપશે બોડેલી ના આગેવાન કંચનભાઈ પટેલે જણાવ્યું હતું તેમજ બોડેલી ઢોકલીયા હોસ્પિટલમાં બોડેલીના ટ્રસ્ટી અને આગેવાનો હાજર રહ્યા હતા અને ખાસ કંચનભાઈ એવું જણાવ્યું હતું કે હજી એક ઇચ્છા છે કે ડાયાલિસિસ નું વડોદરા જવું નહીં પડે માટે ડાયાલિસિસ મશીનરી બોડલી હોસ્પિટલમાં ખૂબ જ જરૂરી છે તે માટે ટ્રસ્ટી અને આગેવાનો સાથ મળે તો તે પણ ચાલુ કરવા ઈચ્છે છે સાથે બોડેલી હોસ્પિટલમાં મા. પધારેલા શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉમેશભાઈ શાહ તેમજ ડોક્ટર યોગેશ ભાઈ પરમાર સાહેબ સિવિલ સર્જન ડોક્ટર મહેશ ભાઈ ચૌધરી સાહેબ (CDHO) તેમજ ડોક્ટર ચૌહાણ. સાહેબ ડો રાહૂલસાહેબ કિશોરભાઈ ગાંધી સાહેબ જનકભાઈ શાહ કંચન ભાઈ પટેલ ઈશ્વર ભાઈ ઠક્કર દિનેશભાઈ શાહ નારણકાકા. તેમજ ફીરોજભાઈ ખત્રી ગોપાલભાઈ પંચાલ પ્રકાશભાઈ પટેલ શંભુભાઈ જયસ્વાલ રજનીભાઈ ગાંધી તેમજ ઠાકોરભાઈ જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલભાઈ પરીખ મહેન્દ્ર લક્ષ્મણભાઈ પટેલ મનહરભાઈ સ્વામી વગેરે બોડેલીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here