બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં આજથી બ્લડ સ્ટોરેજ સેન્ટર અને સ્ત્રીરોગ ગાયનેક વિભાગનો પ્રારંભ થતા બોડેલી સહિત વિસ્તારના લોકોમાં ખુશીની લહેર…

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી, અલીપુરા અને ઢોકલીયા નગર સહિત સમગ્ર વિસ્તારના લોકો માટે છેલ્લા ૮૮ વર્ષથી આરોગ્ય વિષયક સેવાઓ માટે સમર્પિત એવી બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે ત્યારે આજે આ આ સેવાયજ્ઞમાં બે નવા પીંછા ઉમેરાયા છે જેમાં વડોદરાની ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી B.D.P.H બ્લડ સ્ટોરેજ સેન્ટર તેમજ હોસ્પિટલ દ્વારા સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ આ બે નવા વિભાગો બાબતે હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ કંચન ભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ દર્દીઓને બ્લડની જરૂર પડે ત્યારે બ્લડ માટે વડોદરા સુધી દોડવું પડતું હોય છે જેને લઇ દર્દી સાથે તેના સગા વ્હાલાઓ પણ હેરાન થતા હોય જે હવે હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેન્ક વડોદરાના સહયોગથી બ્લડ સ્ટોરેજ સેન્ટર આજથી શરૂ કરવામાં આવતા દર્દીઓને આ મુશ્કેલી વેઠવી નહીં પડે તેમજ આ સાથે હોસ્પિટલ દ્વારા ખૂટતી એક કડી એવા સ્ત્રી રોગ એટલે કે ગાયનેક વિભાગ નો પ્રારંભ પણ આજથી શરૂ થતા કરવામાં આવ્યો છે જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. પ્રિયમ પંડ્યા 24 કલાક સેવા આપનાર છે જે બોડેલી સહિત સમગ્ર વિસ્તારની જનતા માટે ખૂબ જ લાભદાયી ઉપયોગી થઈ પડશે અને તેનો લાભ લેવા વિસ્તારના લોકોને કંચનભાઇ પટેલે અનુરોધ પણ કર્યો હતો.

ઇન્દુ બ્લડ બેંક, વડોદરાનાં સહયોગથી શરૂ કરાયેલ B.D.P.H બ્લડ સ્ટોરેજ સેન્ટર ને ઈન્દુ બ્લડ બેન્કના ડો. ધૃતિબેન રીબીન કાપી ખુલ્લુ મૂક્યું હતું જ્યારે ગાયનેક વિભાગ ને ડૉ પ્રિયમ પંડ્યાએ શ્રીફળ વધેરી ખુલ્લો મુક્યો હતો ત્યારે આ અવસરે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ ના પ્રમુખ કંચન ભાઈ પટેલ સાથે ટ્રસ્ટીઓ રજનીભાઈ ગાંધી નિતીન ભાઈ ચોકસી બાબુ ભાઈ કંસારા વિગેરે સાથે હોસ્પિટલના તબીબો ડો ઉમેશ રાઠવા, ડો. જીતેન્દ્ર રાઠવા, ડો. કિશોર ગાંધી, દિનેશભાઈ શાહ, ડોક્ટર રાહુલ રાઠવા એડમિનિસ્ટ્રેટર જૈમીન પંચાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here