બોડેલી ડભોઇ રોડ ઉપર ટ્રકની ટકરે એકટીવા ચાલકનું મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ડભોઇ રોડ ઉપર ખત્રી બ્રધર્સ ટ્રેડર્સ ની દુકાન સામે આજે સવારે 8:00 વાગ્યાની આસપાસ એકટીવા ચાલકને પાછળથી આવતી ટ્રક તેને ટક્કર મારતા એકટીવા ચાલક માથામાં ઇજા થતાં મોત નીપજ્યું હતું પાછળથી આવતી ટ્રક નંબર GJ18T9615 ના ચાલકે એકટીવા નંબર Gj 34f7569 ટક્કર મારતા એકટીવા પાછળ તેજલ બેન હસમુખભાઈ પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેજલ બેન ને મહાવીર હોસ્પિટલ લઈ ગયેલ હતા સારવાર કરનાર ડોક્ટર શ્રી એ મરણ જાહેર કરેલ તેઓએ તેજલ બેન ની લાશ બોડેલી સરકારી હોસ્પિટલમાં મુકાવી બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ટ્રક ચાલક ફારુકભાઈ ભીમલા રહેવાસી છોટાઉદેપુરના છે તેઓને સ્થાનિક પબ્લિક બોડેલી પોલીસ સ્ટેશન જાણ કરીને ટ્રક ચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો આ અકસ્માતને જોવા લોકોને ટોળેટોળા ઉગતી પડ્યા હતા આ અકસ્માતના બનાવને લઈને બોડેલી પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here