બોડેલી એપીએમસી માં ભાજપ નો ભગવો લહેરાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC માં વ્યવસ્થાપક નીયામીકની ચૂંટણીમાં ભાજપના ૧૦
ઉમેદવાર અને કોંગ્રેસના ૬ ઉમેદવાર વિજેતા થયા ત્યારે ભાજપ નો સત્તા ઉપર કબજો બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની વ્યવસ્થાપક નિયામકની ચૂંટણીમાં ખેડૂત વિભાગના ૮૦૧ મતદારોમાંથી ૭૯૭ મતદારો ૯૯,૫૧ ટકા અને વેપારી વિભાગના ૯૭ માંથી ૮૯ ટકા મતદારોએ ૯૨,૮૦ ટકા મતદાન કર્યું હતું જાહેર થયેલ પરિણામમાં ભાજપના કુલ ૧૦ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને કોંગ્રેસના ૬ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા APMC માં મંગળવારે સવારે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી ચૂંટણીની ગણતરી કુલ ૩૨ રાઉન્ડમાં કરવામાં આવી હતી જેમાં પ્રિયકત રાઉન્ડમાં ૨૫ મતોની ગણતરી કરવામાં આવી હતી આ મતગણતરીમાં ખેડૂત હિત રક્ષક પેનલમાં પાંચ અને સહકાર પેનલમાં શશીકાંત રાઠવા ૫૬૧ ચિરાગ ભગત ૪૪૬ દિવ્યેશ પટેલ ૪૦૯ નારણ રાઠવા ૪૪૮ ધર્મેન્દ્ર રાઠોડ ૩૬૬ મત મળતા વિજેતા બન્યા હતા જ્યારે ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલમાં જગદીશભાઈ બારીયા ૩૬૭ અને વાલજીભાઈ બારીયા ૩૯૫ અને રાહુલ વાસદિયા ૩૮૧ મત બળવંતસિંહ સોલંકી ૩૫૧ મોત નીલ પટેલને ૩૫૬ મત મળતા અન્ય ઉમેદવાર વધુ મત મળતા તેમને ચૂંટણી અધિકારીએ જીતેલા ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે વેપારી વિભાગમાં ચૂંટણીમાં ૯૬ મતદારોમાંથી ૮૯ વેપારી મતદારોએ ૮ ઉમેદવારોને મતદાન કર્યું હતું વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલમાં કાર્તિક શાહને ૫૩ મત અને દિવ્યેશ પટેલ ને ૫૦ મત અને રજનીભાઈ ગાંધીને ૪૯ મત મળતા જ્વલિત વિજય થયો છે જ્યારે કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલમાં જીગ્નેશ અગ્રવાલ ૪૭ મત મળતા તેઓનો વિજય થયો છે બોડેલી એપીએમસીમાં ખેડૂત વિભાગના પાંચ વેપારી વિભાગના ત્રણ અને અગાઉ બિનહરીફ ચૂંટાયેલા બે મળી કુલ ૧૬ ના બોર્ડમાં ૧૦ ભાજપના ચુટાતા બોડેલી એપીએમસી માં ભાજપ નો ભગવો લેહરાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here