શહેર – તાલુકાના ધામણોદ ગામે ખાણખનીજ વિભાગનો સપાટો, સફેદ પથ્થરનું ખનન કરતા જેસીબી અને ટ્રક સહિત બે વાહનો ઝડપાયા

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામા પાછલા ઘણા સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે,શહેરા તાલુકાના ધામણોદ ગામે ગેરકાયદેસર રીતે ખાડાઓ કરેને પથ્થર કાઢવાની કામગીરી કરાઈ રહી હતી.તે સમયે ખાણખનીજ વિભાગ દ્વારા લાંલ આંખ કરવામા આવી હતી. અને જેસીબી અને ટ્રક ઝડપી પાડવામા આવીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
શહેરા તાલુકામાં છેલ્લા કેટલા સમયગાળાથી પૂર્વવિસ્તાર માં ગેરકાયદેસર સફેદ પથ્થર કાઢી ખનન કરતા હોય છે. જેને લઈ અગાઉ દિવસોમાં શહેરા મામલતદાર દ્વારા પણ એક ટ્રકને વાઘજીપુર ગામેથી પકડી પાડવામાં આવી હતી. ખાણખનીજ વિભાગને બાતમી મળી હતી કે શહેરા તાલુકાનાં ધામણોદ ગામે ગેરકાયદેસર JCB દ્વારા ખાડાઓ કરી સફેદ પથ્થર કાડવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરા તાલુકાનાં ધામણોદ ગામે સ્થળ પર પોહચી એક JCB તથા ટ્રકને પકડી પાડવામાંઆવી હતી. બન્ને વાહનોને શહેરા સેવાસદન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ખનને લઈ JCB તથા ટ્રકને અંદાજિત 3લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો તથા બંને ગાડીઓ મળી 40 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
નોધનીય છે કે આ શહેરા તાલુકાના ખનન માફિયાઓ રાત અને દિવસે રેકી કરી તેઓ દ્વારા સફેદ પથ્થર ભરેલી ટ્રકો શહેરા તાલુકામાંથી ગોધરા ખાતે આવેલી ફેક્ટરીઓમાં ખાલી કરવામાં આવે છે.ખનન માફિયાઓ સરકારી તિજોરીને પણ લાખો રુપિયાનુ નુકશાન પહોચાડી રહ્યા છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here