બોડેલી અલીપુરા વિસ્તારમાં બે કેશ કોરોના પોઝિટિવ આવતા ઘરના તમામ સભ્યો હોમ કવોરંટાઇન…

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ભરૂચ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ના હોસ્ટેલમાં એક કેશ પોઝિટિવ આવતા માતા પિતા ને જાણ કરવામાં આવી

જેની બીક હતી તે હવે ફેલાવા માંડી છે કોરોનાની ત્રીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે અને છોટાઉદેપુર જિલ્લા ની શરૂઆત બોડેલી થી થઈ છે એમ મનાય છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં પ્રોપર માં બે કેશ આવતા લોકો માં ફફડાટ અને ભય જોવા મળ્યો છે જેમાં જન કલ્યાણ સોસાયટીમાં રહેતી એક 8 વર્ષ ની દીકરી ધોરણ ત્રણ માં ભરૂચ ખાતે હોસ્ટેલ માં અભ્યાસ કરેછે અને તેની હોસ્ટેલમાં એક બાળક ને કોરોના પોઝીટીવ આવતા હોસ્ટેલમાં રહેતી બાળકીઓ એ પોતાના પરિવારજનોને જાણ કહેતા બાળકીને ખાનગી દવાખાના માં તપાસ કરાવતા બાળકીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝીટીવ આવતા બોડેલી ખાતે રેપીડ ટેસ્ટ કરાવતા તે પણ પોઝેટિવ આવ્યો હતો અને પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે બાળકી સહિત ઘરના ચાર સભ્યોને હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે ને હાલ બાળકીની તબિયત સારી છે અને આરોગ્યની ટીમ તેની કાળજી રાખશે અને કોરોના નો રિપોર્ટ સારો જ આવશે પણ દરેક વ્યક્તિએ કાળજી લેવી જરૂરી બન્યું છે અને હાલોલ રોડ પર અલીપુરા વિસ્તારમાં આવેલ સમર્પણ સોસાયટી માં એક 18 વર્ષની છોકરી જે થોડો સમય વડોદરા ખાતે રહીને પોતાના ઘરે પરત ફરી હતી જ્યારે તેને શરદી ખાંસી થતા તેનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પણ પીઝેટિવ આવતા ઘરના બે સભ્યોને પણ આરોગ્યની ટીમે હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here