બોડેલીમાં જૈન સમાજ દ્વારા પરર્વધીરાજ પર્યુષણ પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચાઇણ એસ વી :-

બોડેલી નગરમાં મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ માં આઠ દિવસ સુધી જૈન તીર્થ મંદિર ખાતે જૈન સમુદાય ના શ્રાવકો એ ભગવાન મહાવીર સ્વામી ની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરી ભક્તિ સંભર માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી.
દેશ ભર માં પર્યુષણ પર્વ જૈન સમાજ માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે .બોડેલી માં પણ જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ દિવસ અસ્ટાન વ્યાખ્યાન વાંચવામાં આવયુ હતું ચોથા દિવસે કાલ્પસૂત્ર નું વ્યાખ્યાન વાંચવામાં આવે છે કલ્પસૂત્ર નો ચડાવો લાભ દિનેશભાઇ જૈન એ લીધો હતો. લક્ષ્મીજી નો લાભ જસવંતલાલ શાહ પરિવાર તેમજ મહાવીર સ્વામીના પારણા નો લાભ ડો. સુરેશભાઈ (સૂર્યા હોસ્પિટલ )એ લીધો હતો. પર્યુષણ નિમિતે આઠ દિવસ ની ઉપવાસ ની તપસ્યા માં ડો સુરેશ ભાઈ(સૂર્યા હોસ્પિટલ ), રિયા બેન સુરેશ ભાઈ, શ્વેતાબેન જીગર કુમાર, ધરતી બેન મૌલિક કુમાર, ધ્રુવી બેન હિતેશકુમાર,, કુન્તા બેન શ્રેણિકભાઈ ,કૃપાલુબેન શ્રેણિકભાઈ, પ્રતીક્ષા બેન અલ્પેશ ભાઈ, વિધીકાબેન મહેશભાઈ એ આઠ દિવસ ઉપવાસ ની તપસ્યા કરી હતી. તપશ્રયા કરનાર તમામ તપસ્વી ના પારણાં જૈન દેરાશર માં સમૂહ પારણાં કરવામાં આવ્યા હતા.મહાવીર સ્વામી ભગવાન ની પ્રતિમા ને અવનવી આંગી ની રચના કરાઈ હતી.
ભાદરવા સુદ પાંચમ ના દિવસે ભગવાન મહાવીર સ્વામી ની રથયાત્રા બોડેલી જૈન તિથિ મંદિર થી નીકળી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લા માંથી ૩૫ થી વધુ મંડળી રથયાત્રા માં જોડાઈ હતી. સાથે સાથે ભગવાન નો રથ, પાલખી તેમજ બગી માં તમામ તપશ્યાં મોં સાથે શોભાયાત્રા નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here